જેતપુર તાલુકાના રબારીકાથી લુણાગરા જતાં માર્ગ પર આવેલ ભાદર નદીના બેઠા પુલ ઉપરથી છકડો રીક્ષા ખાબકી, 1નું મોત
04-Jul-2021
પ્રતિકાત્મક તસવીર
રિપોર્ટ: વિક્રમસિંહ ચુડાસમા (જેતપુર)
રાજકોટના વીરપુર નજીકના જેતપુર તાલુકાના રબારીકા ગામથી લુણાગરા જતાં માર્ગ પર આવેલા ભાદર નદીના બેઠા પુલ ઉપરથી છકડો રીક્ષા ખાબકી હતી. બેઠા ધાબી પરના પૂલ ઉપરથી મજૂર ભરેલ છકડો રીક્ષા ખાબકી હતી. છકડો રીક્ષામાં 9 લોકો જઈ રહ્યા હતા. સવાર ઇજાગ્રસ્તો મજૂરોને હાલ જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેતપુર સરકાર હોસ્પિટલમાંથી વધારે ગંભીર ઇજા હોવાથી 9 લોકોને વધુ સારવાર માટે જુનાગઢ મોકલવામાં આવ્યા તેમા રસ્તામાં એકનું મોત થયું.
Author : Gujaratenews
05-Mar-2025