મે-2021માં જ્વેલરીના ઓનલાઈન સેલ્સમાં 53.2 ટકાનો નોંધપાત્ર વધારો, યુ.એસ.માં જ્વેલરીના વેચાણમાં ત્રણ ગણો વધારો નોંધાયો

14-Jun-2021

જ્વેલરી સહીત અમેરિકન રિટેલ વેચાણ પર સતત નજર રાખી માસ્ટરકાર્ડ પ્રતિ મહીને તેનો રિપોર્ટ આપે છે.માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સ મંથલી મેક્રોઇકોનોમિકના મે મહીનાના રિપોર્ટ અનુસાર મે-2019ની તુલનાએ ગત મે મહીનામાં અમેરીકામાં જ્વેલરીના વેચાણમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.વર્ષ 2021ના પ્રારંભમાં જ અમેરીકાના બજારમાં હીરા અને ઝવેરાતના વેચાણને લઈને જોવા મળેલા સકારાત્મક અભિગમ અને ગ્રાહક કોન્ફીડન્સથી યુ.એસ. રિટેલ જ્વેલરીનું વેચાણ મે-2019ની તુલનાએ 203.4 ટકાના વધારા સાથે ત્રણ ગણુ થયુ છે.

આગામી મહીનાઓમાં અમેરીકામાં જ્વેલરીના સેલ્સમાં વર્ષ-2019ની તુલનાએ વાર્ષિક ધોરણે 25.3 ટકાનો વધારો થવાની માસ્ટરકાર્ડની ઉત્સાહજનક આગાહી

 જ્વેલરી સહીત અમેરિકન રિટેલ વેચાણ પર સતત નજર રાખી માસ્ટરકાર્ડ પ્રતિ મહીને તેનો રિપોર્ટ આપે છે.માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સ મંથલી મેક્રોઇકોનોમિકના મે મહીનાના રિપોર્ટ અનુસાર મે-2019ની તુલનાએ ગત મે મહીનામાં અમેરીકામાં જ્વેલરીના વેચાણમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.વર્ષ 2021ના પ્રારંભમાં જ અમેરીકાના બજારમાં હીરા અને ઝવેરાતના વેચાણને લઈને જોવા મળેલા સકારાત્મક અભિગમ અને ગ્રાહક કોન્ફીડન્સથી યુ.એસ. રિટેલ જ્વેલરીનું વેચાણ મે-2019ની તુલનાએ 203.4 ટકાના વધારા સાથે ત્રણ ગણુ થયુ છે.

થોડા મહીના અગાઉ અમેરીકામાં કોરોના પર નિયંત્રણ આવી જતા જ્વેલરી સ્ટોર્સ ખુલી ગયા હતા.પરિણામે અમેરીકામાં જ્વેલરીના છૂટક વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે.ઉપરાંત મે-2019ની તુલનાએ મે-2021માં જ્વેલરીના ઓનલાઈન સેલ્સમાં 53.2 ટકાનો નોંધપાત્ર વધારો થયો હોવાનું માસ્ટરકાર્ડએ નોંધ્યું છે.વળી આગામી મહીનાઓમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર દ્વારા જ્વેલરીના સેલ્સમાં ગત વર્ષ-2019ની તુલનાએ વાર્ષિક ધોરણે 25.3 ટકાનો વધારો થવાની પણ માસ્ટરકાર્ડએ ઉત્સાહજનક આગાહી કરી છે.માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સના અહેવાલ અનુસાર 15 જુલાઇ થી 6 સપ્ટેમ્બર- 2019ના સમયગાળાની તુલનામાં ચાલુ વર્ષે જ્વેલરીના વેચાણમાં 6.7 ટકાનો વધારો થવાની સંભાવનાઓ છે.આ અંગે પ્રતિભાવ આપતા માસ્ટરકાર્ડના વરિષ્ઠ સલાહકાર અને ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ સેડોવે સ્પષ્ટ કર્યુ છે કે અમેરીકામા જીંદગીની રફતાર કોરોના મહામારીના અગાઉના સમયની જેમ પુર્વવત્ત થઈ રહી છે.

Author : Gujaratenews