બારડોલી: પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામ ખાતે ગત તા. ૨૫-૦૬-૨૦૨૧ નાં રોજ જે.ડી. હોટેલ પર ધોળે દિવસે ખુલ્લી ઉઘાડી લૂટ કરનાર આરોપીઓ પૈકી ૮ આરોપીઓને સુરત જીલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી. દ્વારા ગણત્રીનાં કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા. તો બાકીની એક મહારાષ્ટ્ર પાસિંગ ઇનોવા કાર અને તેનાં ચાલકને શોધવા એલ.સી.બી. શાખાનાં એ.એસ.આઈ. શૈલેષભાઈ હે.કો. કેતનભાઈ તથા પો.કો. જગદિશભાઈને મુંબઈ ખાતે તપાસમાં મોકલવામાં આવ્યા હતા.
એલ.સી.બી. પોલીસ દ્વારા મુંબઈ ખાતે જઈ ઇનોવા ચાલક વિશે યોગ્ય તપાસ હાથ ધરતા ઇનોવાનો ચાલક અજયભાઈ જગજીવનભાઈ રૂપરેલીયા (ઉં.વ. ૪૯, રહે. મુંબઈ) ને ઇનોવા કાર (નં. એમ.એચ.૦૧.વી.એ.૫૨૨૬) સાથે ઝડપી પાડી આગળની કાયદાકીય કાર્યવાહી કરવા માટે પલસાણા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો. તેમજ આ લૂટનાં મુખ્ય આરોપી ધવલભાઈ રમેશભાઈ અકબરી જે ફોર્ચ્યુનર કાર (નં. જી.જે.૦૫.જે.કયું.૧૯૨૦) માં ભાગી ગયેલ હતો તે કાર બારડોલી ખાતેથી બિનવારસી હાલમાં મળી આવતા તેને જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાય હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024