આંતરરાષ્ટ્રીય કોલને સ્થાનિક કોલમાં ડાઇવર્ટ કરીને ધમધમતું જાસૂસી નેટવર્કઃ વડોદરામાંથી એક પકડાયો
20-Jun-2021
Vadodara: આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરીને રાષ્ટ્રના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાની સાથે રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઉભો કરીને કાર્યરત જાસૂસી નેટવર્કનો વડોદરામાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાત એટીએસની ટીમે વડોદરા એસઓજીની ટીમની મદદથી વાસણા રોડ પર આવેલા સિદ્ધાર્થ અક્સેલન્સ બિલ્ડીંગમાં ગેરકાયદે ચાલતાં VoIP - Exchange પર દરોડા પાડીને શહેજાદ મહંમદ રફીક મલેક (રહે. મધુરમ સોસા. તાંદલજા) નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રમાં બેઠા બેઠા વડોદરાના આ એક્સચેંજનું સંચાલન કરી રહેલી ત્રણ વ્યક્તિઓના નામ ખૂલતા હવે એ દિશામાં તપાસ આરંભી દીધી છે.વડોદરાના વાસણા રોડ પર આવેલા ડી-માર્ટ સામેના સિદ્ધાર્થ એક્સેલન્સ બિલ્ડીંગમાં દુકાન નંબર ૩૦માં પોસ્ટ પેઇડ પીઆરઆઇ લાઇનનો ઉપયોગ કરીને એક જાસૂસી નેટવર્ક ચાલતુ હોવાની બાતમી હતી.
Author : Gujaratenews
05-Mar-2025