જસદણમાં રંગીનમિજાજી વૃધ્ધે કહ્યું, લગ્ન કરવા છે કન્યા હોય તો કહેજો, અઠવાડિયામાં લાશ મળી, જાણો શું હતો મામલો અને કોની થઈ ધરપકડ

06-Jul-2021

જસદણના દેવપરાના વૃધ્ધની મર્ડર વીથ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો

મૂળ ધોળકા પંથકની અને હાલ રાજકોટમાં રહેતી ૩૫ વર્ષની પૂજા માસ્ટર માઈન્ડ, બે મહિલા સહિત સાત આરોપીની ધરપકડ
 

રાજકોટ: જસદણ તાલુકાનાં દેવપરા ગામની સીમમાં પોતાની વાડીમાં એકલા રહેતા માવજીભાઈ મેરામભાઈ વાસાણી નામનાં ૬૫ વર્ષના વૈદની ગઈ તા.૩૦ અને તા. ૧નાં વહેલી સવાર વચ્ચે હત્યા વીથ લૂંટની ઘટના બની હતી. આ કારસ્તાનનો ભેદ એલસીબી, એસઓજીએ મળી ઉકેલી લઈ સાત આરોપીઓની ધરપકડ કરી છે. ચર્ચાસ્પદ આ કેસમાં માસ્ટર માઈન્ડ તરીકે રાજકોટનાં આજી ડેમ પાસે રહેતી મુળ ધોળકાના ધોળી ગામની પુજા ઉર્ફે પુજલી રઘુ સોલંકી નામની ૩૫ વર્ષની મહિલાની ભુમિકા સામે આવી છે.
 હત્યાનો ભોગ બનનાર માવજીભાઈને ખેતી ઉપરાંત બેલાની ખાણ હતી. છેલ્લા ઘણા સમયથી તેણે પોતાના અનેક પરીચીતોને પોતાને ફરી એકવાર લગ્ન કરવા હોવાની વાત કરી કન્યા હોય તો જાણ કરવા કહ્યું હતું. અમરાપરનાં માનસીંગને જાણ થતાં તેણે પુજા ઉર્ફે પુજલીને તેની પાસે મોકલ્યા હતાં. પુજા અને માનસીંગ અનેક વખત માવજીભાઈને મળ્યા હતાં. પુજા પણ ઘણી વખત એકલી મળવા જતી હતી. તેણે પોલીસને માવજીભાઈ સાથે શરીર સબંધ બાંધ્યાનું કહ્યું છે. માવજીભાઈના સતત સંપર્કમાં આવવાથી તેને જાણ થઈ હતી કે, તેની પાસે ખુબ જ સંપતી છે.

બીજી તરફ માનસીંગે તળાજા પંથકની એક યુવતીને માવજીભાઈ પાસે મોકલી હતી. જેના બદલામાં રૂા. બે લાખ વસૂલ કર્યા હતાં. આ યુવતિ ૨૦- ૨૫ દિવસ માવજીભાઈ સાથે રહ્યાં બાદ ભાગી ગઈ હતી. આ વાતની જાણ થતાં પુજા ઉર્ફે પુજલીએ પોતાની યોજનાને ઝડપથી અંજામ આપવાનું નક્કી કરી લીધું હતું. આ દરમિયાન તે ભચાઉનાં આડોહી ગામની અને હાલ રાજલબેન ઉર્ફે રાજી હીતેષ ડોડીયા (ઉ.વ.૩૫)ના સંપર્કમાં આવતા તેને યોજનાની જાણ કરી હતી. યોજના મુજબ ગઈ તા. ૩૦મીએ રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ પુજા, રાજલ અને અમીતસીંગ રીક્ષા અને ટુ-વ્હીલરમાં માવજીભાઈની વાડીએ ગયા હતાં ત્યારે તે નિંદ્રાધીન અવસ્થામાં હતાં. તેને જોઈ ત્રણેય ત્યાંથી જસદણ આવી ગયા હતાં, ત્યારબાદ રાજસ્થાનથી આવેલા ચાર શખ્સો ઉપરાંત પુજા, રાજલ અને રાજલનો પતી હીતેષ મોડી રાત્રે બારેક વાગ્યાની આસપાસ માવજીભાઈની વાડીએ પહોંચ્યા હતાં. પગ અને એક હાથ બાંધી દીધો હતો. 

જેને કારણે બુમાબુમ કરતા તેના મોઢે ડુમો દઈ દીધો હતો. પરિણામે શ્વાસ રૂંધાઈજતાં થોડીવારમાં જ તરફડીયા મારી દમ તોડી દીધો હતો. તે સાથે જ આ ગેંગેવાડીમાં આવેલા તેના મકાનમાં ખાખાખોળા શરૂ કરી રોકડ અને દાગીનાની લૂંટ કરી ભાગી ગયા હતાં.
 જસદણ પંથકમાં એકલા રહેતા બે વૃધ્ધની હત્યામાં બન્ને વૃધ્ધોની હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભુત બન્યું છે.

વાંચો: Amazon હવે નવા વ્યક્તિના હાથમાં, CEO એન્ડી જેસી (Andy Jassy) એમેઝોનનો કાર્યભાર સંભાળશે, એન્ડી છેલ્લા 20 વર્ષથી એમેઝોનની ક્લાઉડ સર્વિસ સંભાળતા હતા

વાંચો: જાપાનમાં પહેલીવાર વરસાદ બાદ કાદવનું પુર, 1500 લોકો ફસાયા, 100 લાપતા, 3ના મોત

વાંચો: જસદણમાં રંગીનમિજાજી વૃધ્ધે કહ્યું, લગ્ન કરવા છે કન્યા હોય તો કહેજો, અઠવાડિયામાં લાશ મળી, જાણો શું હતો મામલો અને કોની થઈ ધરપકડ

Author : Gujaratenews