જાપાનમાં પહેલીવાર વરસાદ બાદ કાદવનું પુર, 1500 લોકો ફસાયા, 100 લાપતા, 3ના મોત

06-Jul-2021

જાપાન: જાપાનમાં ભારે વરસાદથી ઝઝૂમી રહેલા જાપાનના એટમી શહેરમાં 100 લોકો લાપતા થયાના સમાચાર છે. ઘટના સ્થળે રવિવારથી રેસ્ક્યુ કામગીરી શરૂ છે. ગત રવિવારે જાપાની દરિયાકાંઠાના શહેર એટમીમાંં બચેલા લોકોને ખેંચી લીધા હતા.આ બચાવ કામગીરી મંગળવારના દિવસે પણ યથાવત રહી હતી. અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે લાપતા થયેલા લોકોમાંથી અનેકનો બચાવ થયો છે. ટોક્યોના દક્ષિણ-પશ્ચિમમાં, શનિવારે શહેરમાં કાદવનું પુર આવતા 1500 લોકો ફસાયા હતા. ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે અને 80થી વધુ લોકો હજી લાપતા છે. જાપાની મીડિયાએ બચાવ કાર્યકરોના ફૂટેજ બતાવ્યા છે કે, કચડાઇ ગયેલી ઇમારતોના કાટમાળને દુર કરીને લોકોને બહાર કઢાઇ રહ્યા છે.

સિટીના મેયરના જણાવ્યા મુજબ, 100થી વધુ લોકો હજી પણ લાપતા છે. મંગળવારે બચાવ કાર્યકરો પોલીસ, અગ્નિશામકો અને સૈન્યના સભ્યો સહિત સ્થળ પર શોધખોળ યથાવત રાખવામાં આવી હતી. વડા પ્રધાન યોશીહિદે સુગાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે શક્ય તેટલી વહેલી તકે કાટમાળમાં દફનાવાયેલા ઘણા લોકોને બચાવવા માગીએ છીએ.

વાંચો: Amazon હવે નવા વ્યક્તિના હાથમાં, CEO એન્ડી જેસી (Andy Jassy) એમેઝોનનો કાર્યભાર સંભાળશે, એન્ડી છેલ્લા 20 વર્ષથી એમેઝોનની ક્લાઉડ સર્વિસ સંભાળતા હતા

વાંચો: જાપાનમાં પહેલીવાર વરસાદ બાદ કાદવનું પુર, 1500 લોકો ફસાયા, 100 લાપતા, 3ના મોત

વાંચો: જસદણમાં રંગીનમિજાજી વૃધ્ધે કહ્યું, લગ્ન કરવા છે કન્યા હોય તો કહેજો, અઠવાડિયામાં લાશ મળી, જાણો શું હતો મામલો અને કોની થઈ ધરપકડ

Author : Gujaratenews