જમ્મુ-કાશ્મીરમાં નવા રૂલ્સ, પથ્થરબાજો સામે એક્શન: આ લાભ નહીં મળે

02-Aug-2021

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં હવે દેશદ્રોહીઓ અને પથ્થરબાજોએ મોટી કિંમત ચૂકવવી પડશે. સરકારે આમની પર ગાળિયો કસવા માટે એક આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત દેશની વિરુદ્ધ નારેબાજી કરનારા અને પથ્થરબાજી કરનારાઓને સરકારી નોકરી નહીં આપવામાં આવે. સાથે જ આવા લોકોના પાસપોર્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. ટોચના સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, સીઆઇડીની ખાસ શાખાએ તમામ યુનિટ્સને આ અનુસંધાનમાં આદેશ જારી કરી દીધા છે. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે જે લોકોથી રાજ્યની કાયદા વ્યવસ્થાને જોખમ છે તેમની પર નજર રાખવામાં આવે.

કહેવામાં આવી રહ્યું છે કે, આવા લોકો પર ગાળિયો કસવા માટે તમામ ડિજિટલ પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવશે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટી તંત્રએ જમ્મુ-કાશ્મીર સિવિલ સેના નિયમોમાં સંશોધન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરી મેળવવા માટે એક સંતોષજનક સીઆઇડી

 

રિપોર્ટ હોવો જરૂરી છે. આ પહેલા એક સમાચારપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકો માટે એ જણાવવું જરૂરી હશે કે શું પરિવારનો કોઈ સભ્ય અથવા નજીકનો સંબંધી કોઈ રાજકીય પાર્ટી અથવા સંગઠન સાથે જોડાયેલો છે? અથવા કોઈ રાજકીય ગતિવિધિમાં ભાગ લીધો છે? અથવા કોઈ વિદેશી મિશન અથવા સંગઠનની સાથે સંબંધ છે? અથવા જમાત-એ ઇસ્લામી જેવી કોઈ નિર્ધારિત પ્રતિબંધિત પ્રતિબંધિત સંગઠનથી સંબંધ તો નથી? નવા સંશોધન પ્રમાણે સેવારત કર્મચારીઓને સીઆઇડીથી ફરીવાર ખાતરી કરવાની જરૂરીયાતના મામલે અનેક જાણકારીઓ આપવી પડશે.

Author : Gujaratenews