અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યાનથી. ઈમારત જમીનદોસ્ત થતા લાઈવ વીડિયો પણ ફરતો થયો છે. આ પાંચ માળની ઈમારત ગણતરીની મિનિટમાં જમીનદોસ્ત થઈ ચૂકી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું હાલમાં સામે આવ્યું નથી. ફાયરવિભાગને હાલ સુધી કોઈ કોલ નથી મળ્યો. જોકે, બનાવ પહેલા જાણ થઈ જતા જાનહાની ટળી હતી.
જમાલપુર કાજીનાં ધાબા પાસે ઈમારત ધરશાયી થયાનો વીડિયો સામે આવ્યો છે. કાજીનાં ધાબા પાસે આવેલી પાંચ માળની ઈમારત ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઇમારતમાં અનેક લોકો રહેતા હતા. અત્યંત ગીચ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ છે. મહામારી વચ્ચે જમાલપુરમાં સર્જાયેલી તબાહી વચ્ચે કેટલા લોકો ફસાયા છે તેવી વિગતો હજુ સુધી મળી નથી. આ વિસ્તાર સાંકડો હોવાથી તંત્રને અહીં પહોંચતાં નાકે દમ આવે તેવી પણ સંભાવના છે. હાલમાં સ્થાનિક લોકોએ અહીં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યાં છે. નવી જ બિલ્ડીંગ એકાએક ધરાશયી થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્ર સહિત પોલીસનો કાફલો હાલમાં જમાલપુર દોડી ગયો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024