જાફરાબાદ પંથકમાં દરિયામાં ઊંચા ઊંચા લોઢ ઉછળ્યા, તાઉતે વાવાઝોડાના કારણે જાફરાબાદ બે દિવસ સુધી બંધ રહેશે
17-May-2021
વાવાઝોડું અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ટકરાય તે પહેલા આજે તંત્રમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો માછીમારી માટે ગયેલી તમામ 700 બોટ સાથે પરત આવી ગઈ છે. બચાવ રાહતની કામગીરી માટે અહીં જુદા જુદા વિભાગની વિશેષ ટુકડીઓ તેનાત કરવામાં આવી છે. ઉપરાંત 23 હજારથી વધુ લોકોના સ્થળાંતરની તૈયારી કરાઇ છે. વાવાઝોડાથી જાનમાલનું નુકસાન થાય તે માટે તંત્ર દ્વારા જુદા-જુદા આદેશો કરાયા છે.
પાછલા દિવસો દરમિયાન દરિયામાં માછીમારી માટે ગયેલી જાફરાબાદ પંથકની 700 જેટલી બોટો સાંજ સુધીમાં કાંઠે પરત આવી ગઈ હતી. વાવાઝોડાની સ્થિતિને પગલે જાફરાબાદ પંથકમાં દરિયામાં ઊંચા ઊંચા લોઢ ઉછળ્યા હતા. આજે આખો દિવસ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જો કે વરસાદ પડયો ન હતો. આવતીકાલે સાંજ સુધીમાં વાવાઝોડુ અહીં આવી પહોંચે તેવી શક્યતા જોવાઇ રહી છે.
બીજી તરફ દરિયાકાંઠા નજીકના અને મીઠાના અગરોમાં કામ કરતા 23 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવા આદેશ અપાયા છે. આવનારી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા આ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ ઉપરાંત આરોગ્ય અને વીજ કંપનીની વિશેષ ટુકડીઓ, માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઇવે ઓથોરિટીની વિશેષ ટુકડીઓ પણ અહીં તૈનાત કરાઈ છે. ઉપરાંત 23 પોલીસ અધિકારીઓ અને એક એસડીઆરએફની ટિમ અહી મુકવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે આ વિસ્તારના લોકોને આગામી બે દિવસ શક્ય હોય તો ઘર બહાર ન નીકળવા અપીલ કરી હતી. અહીં રેસ્ક્યુની સ્થિતિને ધ્યાનમાં રાખી ફુડ પેકેટ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. લોકોને પીવાના પાણીનો પૂરતો જથ્થો સંગ્રહિત કરવા સૂચના અપાય છે. દરિયાકાંઠા વિસ્તારમાં ઓવરહેડ ટેન્કમાંથી પાણીનો જથ્થો ખાલી કરી નખાયો છે. વાવાઝોડું આવનારા 48 કલાકમાં દરિયાકાંઠાના આ બંને તાલુકાને વિશેષ પ્રમાણમાં નુકસાન કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. બીજી તરફ જાફરાબાદ વેપારી એસોસિએશને જાહેરમાં બોર્ડ મુકી જણાવ્યું હતું કે તૌકતે વાવાઝોડાના પગલે શહેરમાં 17 અને 18 મે બંને દિવસે તમામ દુકાનો બંધ રહશે. અહીં માત્ર દૂધ અને ઘરઘંટી શરૂ રહશે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025