મહાયુદ્ધના મંડાણ : ઇઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ જંગનાં એંધાણ, ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 12 માળની મિડિયા હાઉસની બિલ્ડિંગ ધરાશાયી

16-May-2021

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે હવે આરપારની લડાઈ જોવા મળી રહી છે. ઈઝરાયલે હમાસના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે તો બીજીબાજુ મોતના આંકડા પણ વધતા જઈ રહ્યા છે. બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ થાય તે માટેના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે તો ઈઝરાયલ પણ ઝૂકવા માટે તૈયાર નથી ત્યારે મહાયુદ્ધ તરફ આગળ વધતા આ બંને દેશને પગલે ચિંતા વધી છે.

 

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન આતંકી સંગઠન હમાસ વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે જેમાં ઈઝરાયલે અત્યાર સુધીમાં સૌથી મોટો પ્રહાર ગાઝા પટ્ટી પર કર્યો છે. ઇઝરાયલી વાયુસેનાએ હમાસના આંતરિક સુરક્ષા મથક અને ઓર્ડનન્સ સ્ટોર્સ પર હુમલો કર્યો છે. એરફોર્સના લડાકુ વિમાનોએ હુમલો કર્યો હતો. ઇઝરાઇલે કહ્યું કે ગાઝા સરહદે મોટી સંખ્યામાં સૈનિકો મોકલી દેવાયા છે.

 

હમાસના શાસિત ક્ષેત્રમાં 9,000 સૈનિકોને સંભવિત જમીન હુમલો માટે તૈયાર રહેવા કહ્યું છે. બંને દુશ્મનો યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે. ઇજિપ્તના મધ્યસ્થીઓ યુદ્ધ વિરામના પ્રયત્નો માટે ઇઝરાઇલ પહોંચ્યા હતા જો કે તેમાં કોઈ પ્રગતિના સંકેત નથી

ઈઝરાયલના હુમલામાં મોતની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે. ગાઝાથી ઈઝરાઈલ પર રોકેટ છોડવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ ઇઝરાયેલી એરફોર્સ 600થી વધુ વખત ગાઝાપટ્ટી અને આસપાસના વિસ્તારોમાં બોમ્બ ફેંકી ચૂક્યા છે. ઈઝરાયલનું વલણ કેટલું આક્રમક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે પોતાનાં ટેન્ક્સ અને આર્મીને જંગમાં ઉતારી દીધાં છે.

Author : Gujaratenews