IPL 2021: ટીમ ધોનીએ મિશન IPLની તૈયારીઓ શરુ કરી, ધોની અને રૈના સહિતના ખેલાડીઓની તસ્વીર આવી સામે

20-Aug-2021

IPL 2021 ની આગળની મેચોની શરુઆત આગામી મહિના થી થઇ રહી છે. ખેલાડીઓથી લઇને ચાહકો પણ ટૂર્નામેન્ટની શરુઆત થવાનેન લઇને ઉત્સુક છે. આ દરમ્યાન હવે ખેલાડીઓ પણ UAE પહોંચવાની શરુઆત થઇ ચુકી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એટલે કે ટીમ ધોની પણ UAE પહોંચી ચુકી છે. ધોની (MS Dhoni) ની ટીમના ખેલાડીઓનો ક્વોરન્ટાઇન સમય સમાપ્ત થતા, અભ્યાસ સેશન શરુ કરવામાં આવ્યુ છે. મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના (Suresh Raina) સહિતન ખેલાડી ટ્રેનિંગ સેશનમાં જોવા મળ્યા છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે UAEમાં પોતાના ટ્રેનિંગ કેમ્પની શરુઆત કરી દીધી છે. એટલે કે ચેન્નાઇના ખેલાડીઓએ IPL 2021 ની તૈયારીઓ શરુ કરી દીધી છે. ટીમ ધોની IPL 2021 ના પ્રથમ હાલ્ફમાં ટોપ ટુના સ્થાન પર પોઇન્ટ ટેબલમાં રહી હતી. આમ પ્રથમ હાલ્ફ ચેન્નાઇની ટીમ માટે સારુ નિવડ્યુ હતુ. ટીમ હવે પ્લેઓફમાં પહોંચવા માટેની યોજના પર તૈયારીઓ કરવાની શરુઆત કરી દીધી છે. ધોનીની ટીમ ટાઇટલ માટે દાવેદાર ટીમ માનવામાં આવે છે.

Author : Gujaratenews