દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં સ્થપાશે, PM MODIની ઉપસ્થિતિમાં દેશ માટેની નવી સ્ક્રેપ પોલિસી જાહેર, પૉલિસીથી દેશમાં 10 હજાર કરોડનું રોકાણ આવશે, નવા ભારતની મોબિલિટીને નવી ઓળખ આપશે

13-Aug-2021

Investor Summit 2021 LIVE: શું આપનું વાહન 15 વર્ષ જૂનું છે ? તો આપના માટે આ સમાચાર અગત્યના છે. કેન્દ્ર સરકાર (Central Govt) આજથી 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી (Scrap Policy) જાહેર કરી. રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)થી કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી (Union Transport Minister Nitin Gadkari)નવી સ્ક્રેપ પોલિસી જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો જ્યાં PM મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે દિલ્લી જેવા મેટ્રો સિટીમાં 15 વર્ષથી ગ્રીન ટ્રિબન્યુનલે જૂના વાહનો પર પ્રતિબંધ મુક્યો છે જેની પાછળનો હેતુ પ્રદુષણમાં ઘટાડો થાય અને ઈલેક્ટ્રીક વાહનોને પોત્સાહન મળે તેવો છે જેનો હવે દેશમાં અમલ થવા જઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં સ્થપાશે. ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલાથી જ જૂના વાહનોના ભંગાર માટે કોઇ સિસ્ટમ ન હોવાથી તેનો ઉપયોગ ચાલુ રહેતો હતો અને આવા વાહનો પ્રદુષણમાં વધારો કરતા હતા ત્યારે દેશમાં વાહનોના સ્ક્રેપ દ્વારા નવો ઉદ્યોગ વિકસે તે દિશામાં ભારત સરકારે આ પોલિસી જાહેર કરી હતી.

નવી સ્ક્રેપ પોલિસી દ્વારા દેશમાં 10 હજાર કરોડ રૂપિયાના રોકાણની આશા સેવવામાં આવી રહી છે. 50 હજારથી વધુ નવી નોકરીઓનું સર્જન થશે જ્યારે સ્ક્રેપ પોલિસીના કારણે ઓટો સેક્ટરને મોટો લાભ થવાની શક્યતા છે અને 4.5 કરોડનું ઓટો સેક્ટરનું ટર્ન ઓવર વધીને 6 લાખ કરોડ થાય તેવો દાવો કરાઇ રહ્યો છે.20 વર્ષથી વધારે જૂના ખાનગી વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ જાય છે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ નહીં કરાવો તો 1 જૂન 2024થી પોતાની જાતે જ રજિસ્ટ્રેશન ખત્મ થઇ જશે. ફિટનેસમાં નિષ્ફળ થવા પર ગાડીને સ્ક્રેપ કરવામાં આવશે. સરકાર તરફથી કાર વેચતી કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવવા પર નવી ગાડી પર 5 ટકાની છૂટ આપે. આ રીતે જે વાહનો પોતાની લાઇફ સાયકલના અંતમાં પહોંચી ચૂક્યા છે, તે જૂના વાહનો પર 10થી 15 ટકા સુધી કુલ ફાયદાઓનો લાભ લઇ શકાય છે.

 

નવી સ્ક્રેપ પૉલિસીને લઈ પીએમ મોદીએ કર્યું સંબોધન

 

15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પૉલિસીની જાહેરાત

જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સર્ટિફિકેટ મળશે

સર્ટિફિકેટથી નવા વાહનની ખરીદીમાં કોઈ ટેક્સ નહીં લાગે

ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે

કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે

“નવી સ્ક્રેપ પૉલિસીથી દેશમાં 10 હજાર કરોડનું રોકાણ આવશે”

“આ પૉલિસી નવા ભારતની મોબિલિટીને નવી ઓળખ આપશે”

“અનફિટ વાહનોને રસ્તા પરથી દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ પૉલિસી”

“દેશની અર્થવ્યવસ્થા માટે મોબિલિટી ખૂબ મહત્વનું ફેક્ટર”

“આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ મહત્વના”

“પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે મહત્વની પૉલિસી”

Author : Gujaratenews