ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ લાયન્સ કલબ ઓફ સુરત ઈસ્ટ અને સક્ષમ સુરત દ્વારા વૃક્ષા રોપણનું આયોજન..
22-Jul-2021
UN દ્રારા ૨૦૨૧ની થીમ Ecosystem Restorationને સાર્થક કરવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ,લાયન્સ કલબ ઓફ સુરત ઈસ્ટ અને સક્ષમ સુરતના સહયોગથી સુરત જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો.પ્રફુલભાઈ શિરોયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ છાપરભાઠામાં સૌરાષ્ટ્ર વૈષ્ણવ(બા.વૈ.)સાધુ સમાજ-સુરત દ્વારા વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવેલ. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સુરત મ્યુન્સિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષો આપી સહયોગ આપ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શ્રી જાનકીદાસ બાપુ, વોર્ડન-૧ના કોર્પોરેશર રાજેન્દ્રભાઈ પટેલ, ગીતાબેન સોલકી,વોર્ડ નં-૧ના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, નવીનભાઈ કંથારીયા, જીતુભાઈ સોલંકી,તથા મહેશભાઈ શિરોયા ઉપસ્થિત રહી ૬૦ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.તેમજ આ વૃક્ષોનું ઉછેર કરવાની જવાબદારી સ્વીકારી હતી.
વૃક્ષોની જરૂરિયાત વિશે જણાવતા સુરત લોક દ્રષ્ટિ ચક્ષુબેંકના પ્રમુખ સાથે જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો.પ્રફુલભાઈ શિરોયાએ કહ્યું હતું કે કોરોનાની મહામારી દરમ્યાન ઑક્સીજન જરૂરિયાત ઊભી થઈ હતી તેને યાદ કરીને વ્યકિત દીઠ વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. વૃક્ષ આપણે ઑક્સીજન આપે છે.વૃક્ષ જીવિત છે.જીવિત વૃક્ષ કે કોઈપણ જીવિત વસ્તુને જો પોઝીટીવ વિચાર આપીએ તો એ આપણે પોઝીટીવ ઉર્જા પાછી આપે છે.આપણાં દેશમાં વધતું જતું પ્રદૂષણને અટકાવવા માટે આપણે વૃક્ષા રોપણ કરવું જ પડશે સાથે અપીલ કરી હતી કે જ્યારે જે કોઈનો જન્મ દિવસ હોય,મૅરેજ એનિવર્સરી હોય, કે પછી પોતાના પરિવારમાં કોઈ શુભ પ્રસંગ હોય અથવા દુખદાયક પ્રસંગ હોય પરંતુ આપણે વૃક્ષોની સાથે ચાલીશુ તો ભવિષ્યમાં આવનારી તકલીફો જેવીકે ઑક્સીજન કે પર્યાવરણને લગતી સમસ્યાઓને દુર કરવા માટે વૃક્ષો રોપવા અને તેનું જતન કરવું ખુબ જરૂરી છે. વૃક્ષો વાવો, જીવન બચાવો' વૃક્ષમાં રણછોડ છે. 'વૃક્ષ જતન આબાદ વતન, એક બાળ, એક ઝાડ, વગેરે સુત્રો બોલવામાં આવ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024