રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના ડાકલા : પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદ અને પૂર્વ નાણામંત્રીની પણ પૂછપરછ કરશે

04-Jul-2021

ફ્રાન્સ સરકારે તપાસ માટે જ્જની નિયુક્તિ કરી, ભ્રષ્ટાચાર પક્ષપાતના આરોપોની તપાસ થશે

ભારત અને ફ્રાન્સ વચ્ચે ૫૯,૦૦૦ કરોડનો ૩૬ રાફેલ લડાકુ વિમાનનો સોદો થયો છે

નવી દિલ્હી/પેરિસ,:રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીઝની ફાઈનાન્સિયલ ક્રાઈમ બ્રાંચ (પીએનએફ)ના કહેવા પ્રમાણે આ ડીલને લઈને લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપોની તપાસ કરવામાં આવી હતી અને ફ્રેંચ પબ્લિકેશન મીડિયા આ મામલે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પીએનએફ દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી. રાફેલ ફાઈટર જેટની ડીલ ૭.૮ બિલિયન યૂરો, કહેવા પ્રમાણે ૧૪ જૂનના રોજ એક મેજિસ્ટ્રેટ દ્વારા કેસની અપરાધિક તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસમાં ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ જેેરાફેલ ડીલ પર હસ્તાક્ષર  સમયે પદ પર હતા અને વર્તમાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોન જે તે સમયે નાણા મંત્રી હતા તેમના કામકાજને લઈને પણ સવાલ કરવામાં આવશે. તત્કાલીન રક્ષા મંત્રી અને હવે ફ્રાંસના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિયાન સાથે સંકળાયેલી વાતને લઈને પણ પુછપરછ થઈ શકે છે. હાલ ડસૉલ્ટ એવિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. અગાઉ કંપનીએ ઈંડો-ફ્રેંચ ડીલમાં ગોલમાલ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે સત્તાવાર સંગઠનો દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવે છે. ભારત સાથેની ૩૬ રાફેલની ડીલમાં કોઈ ગોલમાલ નથી થઈ. વાસ્તવિક ડીલમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એતએએલ) જો કે બાદમાં બન્ને પક્ષોની વચ્ચે વાતચીત તુટી ગઈ હતી. બાદમાં બન્ને દેશોની વચ્ચે ૨૦૧૬માં ડીલ સાઈન કરવામાં આવી હતી.

જે અંતર્ગત ૩૬ રાફેલ વિમાન ૭.૮ બિલિયન યુરોના ભાવ નક્કી કરાયા હતા.રાફેલ ડીલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે લખ્યું હતું, 'પ્રિય વિદ્યાર્થીઓ, વડાપ્રધાન કહે છે કે આપણે દરેક સવાલનો જવાબ ભય અને ગભરામણ વગર આપવો જોઈએ. તમે તેમને કહો કે મારા ૩ સવાલના જવાબ કોઈપણ ભય અને ગભરાટ વગર આપે.' ત્યાર પછી તેમણે ત્રણ પ્રશ્નો વડાપ્રધાનને પૂછ્યા હતા.

Author : Gujaratenews