ઈન્ડિયા હેલ્થ લાઈન દ્વારા રક્તદાન કેમ્પ,100 યુનિટ રક્તદાન

01-Jul-2021

ડો. પ્રવિણ તોગડીયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં ૩ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનાં ભાગરૂપે એક અઠવાડિક વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે નાના વરાછા મુખ્યાલય ખાતે ઇન્ડીયા હેલ્થ લાઈન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં 100 જેટલી લોહીની બોટલ એકત્રિત કરી રાષ્ટ્રહિત અને લોકહિતનાં કર્યો માટે સમર્પિત કરી હતી. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળની જિલ્લા અને મહાનગર ટીમ હાજર રહી હતી સાથે વિશેષ સામજિક અને સેવાકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ડોક્ટરો હાજર રહ્યા હતા, આયસોલેશન સેન્ટરોમાં આપેલી સેવા બદલ સેવાનાં સૈનિકોને બિરદાવ્યા હતા.

Author : Gujaratenews