IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસે રહેલ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી કોરોના સંક્રમિત, આઇસોલેશન હેઠળ સાજા થયા બાદ જ પ્રવેશ
15-Jul-2021
ઇંગ્લેન્ડ પ્રવાસે (England Tour) રહેલી ભારતીય ટીમ (Team India) માં કોરોના વાયરસે પ્રવેશ કર્યો હોવાની જાણકારી મીડિયા રીપોર્ટ થી સામે આવી રહી છે. ઇંગ્લેન્ડમાં કોરોના (Corona Virus) સંક્રમણ વધતુ જઇ રહ્યુ છે. આ દરમ્યાન હવે ભારતીય ટીમનો ખેલાડી કોરોના સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે. ભારતીય ક્રિકેટરને હાલમાં આઇસોલેશન હેઠળ રાખવામા આવ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓની ત્રણ સપ્તાહની રજાઓ પૂર્ણ થઇ ચુકી છે. ખેલાડીઓ હવે ડરહમમાં એકઠા થઇ રહ્યા છે.
કોરોના સંક્રમિત ખેલાડી ટીમના અન્ય સભ્યોની માફક ડરહમમાં ટીમના એકઠા થવાના સ્થળે નહી જાય. તે જ્યાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યો છે, ત્યાં જ રોકાણ કરવુ પડશે. કોરોનાથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને ટીમના બાયોસિક્યોરમાં પ્રવેશ મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024