ગુજરાતની ધરોહર એવો ઈડરીયો ગઢ બચાવવા આજે ઇડર સ્વયંભૂ બંધ, ઈડરિયા ગઢમાં લાંબા સમયથી બેફામ ખનન અટકાવવા લડત

12-Aug-2021

ઈડરિયા ગઢને બચાવવા માટે આજે ઈડર બંધનું એલાન કરાયું છે. બજારના વિવિધ વેપારી એસોસિએશન અને મંડળોએ સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. ઈડરિયા ગઢ પર ચાલતી ખનન પ્રવૃતિ સામે આંદોલન શરૂ થઈ છે. ઈડર ગઢ બચાવ સમિતિ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહી છે.

ઈડરિયા ગઢનું અસ્તિત્વ અને અસ્મિતાને બચાવવા ગઢ પ્રેમીઓ છેલ્લા ચારેક વર્ષથી ઝઝૂમી રહ્યા છે અને પ્રતિદિન કાયદા-હુકમોનો હવાલો આપી ઐતિહાસિક વિરાસતને કોતરી ખાવા પરવાના આપી દેવાતા હવે ગઢનું અસ્તિત્વ જ જોખમમાં મુકાતા જનસમર્થનના સહારે ગઢ પ્રેમીઓએ 12 ઓગસ્ટ ગુરુવારે સ્વયંભૂ બંધ કર્યું હતું. સરકાર સુધી અવાજ પહોંચાડવાનો ફરી એકવાર પ્રયાસ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. ઇડર ગઢના ગ્રેનાઈટના ખડકોમાં રાજકારણીઓનો ડોળો પહોંચતા ગઢની અસ્મિતા, મહત્વ, વિરાસત વગેરે શબ્દો હવામાં ઓગળી ગયા અને તંત્રએ ખનનના પરવાના પણ આપી દીધા.

વિરાસતને બચાવવા આકાશ પાતાળ એક કરી રહેલ જિલ્લાના ગઢપ્રેમીઓ અને વહીવટીતંત્રની ઇડરગઢ માટેની વ્યાખ્યા અલગ અલગ છે એવો દાવો થઈ રહ્યો છે કે જે લીઝ અપાઈ છે તેના ખનન બાદ ગઢ નુકસાન નહીં થાય ગઢને આજુબાજુથી કોતરી લેવાયા બાદ શું થશે તેની કલ્પના સરળતાથી થઈ શકે તેમ છે ગઢપ્રેમીઓ નટુભાઈ પંડયા અને અંબાલાલ ભાઈએ જણાવ્યું કે ઈડર ગઢ માત્ર ઇડરની નહિ રાજ્યની ધરોહર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે

અસ્મિતાને ભૂંસવા વાળા કાર્યો સાંખી નહીં લેવાય અને ગઢ બચાવવા ફરીથી આંદોલન શરૂ કરી લાંબા સમયથી થઇ રહેલ બેફામ ખનન અટકાવવા સરકારનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેમણે ઉમેર્યુ કે ખેતી વિષયક દવા ખાતર બિયારણ એસોસિયેશન રેડીમેડ એસો. કરીયાણા એસો. કટલરી એસો. મેડિકલ એસોસિયેશન સહિત તમામ એસોસિએશનના વેપારીઓ એ સ્વયંભૂ બંધને સમર્થન આપી સજ્જડ બંધ પાડવાનું નક્કી કર્યું છે. ઇડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ પણ બંધને સમર્થન આપી કામકાજ બંધ રાખ્યું છે છેલ્લા અઢી વર્ષથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા આંદોલન પુનર્જીવિત થતા હડકંપ મચી જવા પામ્યો છે

Author : Gujaratenews