વરાછામાં પતિ પત્ની ઔર વો: બે સંતાનોને છોડી શેરીની સ્વરૂપવાન મહિલા સાથે લીવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યો અને પછી આવુ બન્યું...

14-Jul-2021

સુરત: નાના વરાછાની મહિલાનો ગૂમ પતિ સોસાયટીની પરિણીતા સાથે મૈત્રી કરાર કરી પોલીસ મથકે હાજર થતાં ધમાચકડી મચી હતી.૧૫ વર્ષના લગ્નજીવનમાં આરંભથી જ પત્ની ત્રાસ આપતા મૂળ સાવરકુંડલાના રૂચિતે ડિવોર્સ વગર પત્ની, બે બાળકોને તરછોડી દીધા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

સુરતના નાના વરાછા વિસ્તારમાં હાલ બે બાળકો સાથે રહેતી ૩૮ વષીય પરિણીતાને ૧૫ વર્ષના લગ્નનજીવનની શરૂઆતથી જ શારીરિક-માનસિક ત્રાસ આપતો મૂળ સાવરકુંડલાના નેસડીનો યુવાન ત્રણ મહિના અગાઉ અચાનક ગુમ થઈ ગયો હતો. જોકે, થોડા દિવસ બાદ તે સોસાયટીની પરિણીતા સાથે મૈત્રી કરાર કરી પોલીસ સ્ટેશનમાં હાજર થતા છેવટે તેની પત્નીએ છૂટાછેડા આપ્યા વિના બે બાળકો સાથે તરછોડી અન્ય સાથે મૈત્રી કરાર કરનાર પતિ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ સુરતના નાના વરાછા સરદાર સ્કૂલની બાજુમાં શુભલક્ષ્મી સોસાયટી ઘર નં.૬૬ માં ૧૪ વર્ષીય પુત્રી અને ૧૧ વષીય પુત્ર સાથે રહેતી ૩૮ વષીય સંગીતાના લગ્ન ૨૦૦૬ માં મૂળ અમરેલીના સાવરકુંડલાના નેસડી ગામના વતની અને હાલ સુરતમાં પરવત ગામ રાધે રેસિડન્સી ફ્લેટ નં.૫૦૨માં રહેતા રુચિત ધનજીભાઈ પાનસેરીયા સાથે થયા હતા. રુચિત નાનીનાની બાબતે ઝઘડા કરી સંગીતાને માર મારતો હતો. પરંતુ તે બાળકોના ભવિષ્યને લીધે તેનો માર સહન કરતી હતી. સારા ભવિષ્ય માટે તેઓ સુરત આવી મોટા વરાછા ડીમાર્ટની પાછળ નંદની સોસાયટી ઘર નં.૩૮ માં રહેતા હતા ત્યારે એક દિવસ સંગીતાએ રુચિતનો મોબાઈલ ફોન ચેક કયી તો તેમાં તેના સોસાયટીમાં જ રહેતી મોહનભાઇ ખૂંટની પત્ની પૂર્વી સાથેના બિભત્સ ફોટા મળ્યા હતા.

સંગીતાએ આ અંગે પૂછતાં રુચિતે કહ્યું હતું કે તે પૂર્વીને પત્ની બનાવવા માંગે છે. રુચિત તેની સાથે વિડીયો કોલ પર વાત પણ કરતો હતો અને સંગીતા પૂછે તો તેને માર મારતો હતો. દરમિયાન, ગત ૩ એપ્રિલના રોજ રુચિત અચાનક ઘર છોડી ચાલ્યો ગયો હતો. તેની શોધખોળ કરવા છતાં સગડ નહીં મળતા તેના ગુમ થયાની જાણ વરાછા પોલીસ મથકમાં કરી હતી. જોકે, થોડા દિવસ બાદ તે પૂર્વી સાથે વરાછા પોલીસ સ્ટેશનમા હાજર થયો હતો અને પૂર્વી સાથે મૈત્રી કરાર કર્યાની જાણ કરી હતી. છૂટાછેડા આપ્યા વિના બાળકો સાથે તરછોડી પૂર્વી સાથે મૈત્રી કરાર કરી રહેવા માંડેલા રુચિત વિરુદ્ધ સંગીતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રુચિતની ધરપકડ કરી છે. 

Author : Gujaratenews