11થી 26 જૂન સુધી ધાર્મિક સ્થાનો, હોટેલ-રેસ્ટોરન્ટ, હેર સલુન સહિતના એકમોને છુટછાટ, કોર કમિટીમાં લેવાયો નિર્ણય
09-Jun-2021
રાજયમાં રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂનથી 26 જૂન દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રહેશે. તથા, હોટેલમાં પાર્સલ સુવિધા રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.
રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9થી તા-૨૬ જુનના સવારે 6 વાગ્યા સુધી દિવસ દરમિયાન દરરોજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ કરવાનો રહેશે. જેમાં તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રહેશે. એટલે કે, હાલની કર્ફ્યુની સમયમર્યાદામાં એક કલાકનો ઘટાડો કરાયો છે.
આ સાથે રાજયમાં લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગબગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે. અને, SOPનું પાલન આવશ્યક રહેશે.
રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS-TOEFની પરીક્ષાઓ SOPના પાલન સાથે યોજવાની પણ છૂટ છે.રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં SOPના પાલન સાથે રાખી શકાશે.
રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રહેશે. પરંતુ, 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ SOPનું પાલન કરવું પડશે. રાજયમાં શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60 ટકા પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024