સુરતના કામરેજમાં હનિટ્રેપ: મીઠી મીઠી વાતો કરી યુવકને સેક્સ માણવા યુવતીએ ફ્લેટે બોલાવી કપડાં કાઢ્યા, સાગરિતોએ લૂંટ્યો
12-Jun-2021
પ્રતિકાત્મક તસવીર.
શહેરમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.કામરેજના યુવક સાથે યુવતીએ પરિચય કેળવ્યો હતો. તેમજ આ પછી યુવતી તેની સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો. આમ, યુવતીએ વાતો કરીને યુવકને પોતાની મોહજાળમાં ફસાવી લીધો હતો. તેમજ યુવક પોતાની વાતોમાં ફસાયો હોવાનું જણાતા તેણે પોતાના કાવતરાને અંજામ આપ્યો હતો.
યુવક જાળમાં ફસાતા જ યુવતીએ પાસું ફેંક્યું હતું અને ફોન પર મીઠી મીઠી વાતો કરી શરીરસુખ માણવા માટે તેને પોતાના રૂમ પર બોલાવ્યો હતો. યુવક યુવતીની વાતમાં આવી જઇ મજા માણવાના ઇરાદે તેના ઘરે પહોંચી ગયો હતો. યુવક યુવતી સાથે એકાંત માણવા જાય તે પહેલા જ તેના સાગરીતો આવી ગયા હતા.
તેમજ યુવકને ધાક-ધમકી અને માર મારવાની ધમકી આપી 1.40 લાખની કિંમતનો ચેન લૂંટી લીધો હતો. જેમ તેમ તેમની ચૂંગાલમાંથી છૂટેલા યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કામરેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. યુવકની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને 2 મહિલાની ધરપકડ કરી લીધી હતી.
11-Apr-2025