દેશના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે. હિમાચલ પ્રેદશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં. અહીં ભાગસુનાગથી સામે આવેલા દ્રશ્યો હચમચાવી નાંખનારા છે જેમાં જોરદાર પાણીના પ્રવાહમાં ગાડીઓ પણ રમકડાની જેમ તણાતી જોવા મળી હતી.
વાદળ ફાટવાથી કેટલાંક ગામોમાં નુકસાન પહોંચ્યું છે
હકીકતમાં વાદળ ફાટ્યા બાદ જ્યાં પાણીનો પ્રવાહ તેજ બન્યો ત્યારે બીજી બાજુથી તેની બાજુમાં જ વહેતા નાળામાંથી પણ પાણી સ્તરની ઉપર વહેવા લાગ્યું. ત્યાર બાદ તેની બાજુમાં પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં રમકડાની જેમ તણાઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડા દિવસોમાં ઘણાં રાજ્યોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ થયો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પણ વાદળ ફાટવાથી કેટલાંક ગામોમાં નુકસાન પહોંચ્યું છે. આકાશી વીજળીને કારણે લગભગ 75 જેટલા લોકોના મોત
પહાડી રાજ્યોમાંથી નીચે આવીએ તો ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આકાશી વીજળીને કારણે લગભગ 75 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં વરસાદની સિઝન ચાલી રહી છે, જોકે વરસાદ ભારતના કેટલાય પરિવારો પર દુ:ખનો પહાડ બનીને તૂટયો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશી આફત લોકોના જીવ લઈ રહી છે અને અત્યાર સુધીમાં 75 લોકોના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે.
PM મોદીએ કરી જાહેરાત
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશીય વીજળી પડવાના કારણે 75 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે તથા સાથે સાથે વળતર આપવાનું એલાન કર્યું છે. પ્રાધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. PMNRFમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે.
વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કઇ રીતે પાણીના વહાવમાં ગાડીઓ તણાઇ રહી છે. લોકો રસ્તા પર ઉભા થઇને વીડિયો બનાવી રહ્યા છે અને ખુદને પાણીથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અચાનક વાદળ ફાટતા નદીમાં પાણી વધી ગયુ છે. એવામાં નદીની આસપાસ વસેલા તમામ ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાદળ ફાટ્યા બાદ જ્યારે અહી પાણીનો વહાવ તેજ થયો ત્યારે પાસે વહેતુ નાળુ પણ ભરાઇ ગયુ હતું. પાર્કિગમાં ઉભેલી ગાડીઓ પાણીમાં વહેવા લાગી હતી.મહત્વપૂર્ણ છે કે ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયુ છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા નુકસાન થયુ હતું. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં પણ વાદળ ફાટતા કેટલાક ગામને નુકસાન થયુ હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024