Nepal માં મુશળધાર વરસાદના લીધે પૂર આવ્યું છે. જેમાં 7 લોકોનાં મોત થયાં છે અને 50 જેટલા લોકો લાપતા છે. ભારે વરસાદ(Rain)ના કારણે અનેક પુલોને પણ નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી સૌથી વધુ અસર મધ્ય નેપાળમાં થઇ છે . જેમાં સિંધુપાલચોકની મેલમચી નદીમાં પૂર(Flood)ની સ્થિતિ છે. જ્યારે સાત લોકોનાં મોત નીપજ્યાં છે. મંગળવારે રાત્રે મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લગભગ 50 લોકો લાપતા છે. તેમાંના મોટા ભાગના કામદારો મેલમચી નદી પર પીવાના પાણીના પ્રોજેક્ટમાં કામ કરે છે. આરોગ્ય અને વસ્તી પ્રધાન શેર બહાદુર તામાંગે ફેસબુક પર જણાવ્યું હતું કે, મેલમચી અને ઇન્દ્રવતી નદીઓમાં પૂરમાં 50 થી વધુ લોકો લાપતા છે. પૂર(Flood)ના કારણે મેલમચી ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોજેક્ટ ટીંબુ બજાર, ચાનૌત બજાર, તાલામરંગ બજાર અને મેલમચી બજારના ડેમોને પણ નુકસાન થયું છે.
બે કોંક્રિટ પુલ અને પાંચથી છ સસ્પેન્શન બ્રીજ ધરાશાયી : Nepal માંભારે વરસાદને કારણે સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સિંધુપાલ ચોકમાં બે કોંક્રિટ પુલ અને પાંચથી છ સસ્પેન્શન બ્રીજ ધરાશાયી થયા છે. કૃષિની જમીન અને મત્સ્ય ઉદ્યોગ સ્થળો ડૂબી ગયા છે. જ્યારે હેલાંબા નગરમાં પોલીસ ચોકી (સશસ્ત્ર પોલીસ દળ કેમ્પ) અને મેલમચી ખાતે પીવાના પાણી પ્રોજેક્ટ સ્થળ પૂર(Flood) જેવી પરિસ્થિતિને કારણે તે પહોંચવું મુશ્કેલ બન્યું છે.
20-Aug-2024