આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ICC Future Leaders Programme અંતર્ગત 45 દેશમાંથી 40 મહિલાઓની પસંદગી કરી, જેમાં ગુજરાતનાં હરિની રાણાની પસંદગી પણ કરી છે.
રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતી મહિલાઓ માટે હરિની પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
વિશ્વ કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારનારી હરિની રાણા
ગુજરાતી એવી હરિની રાણા હાલ મુંબઈ ખાતે સ્થાયી થયેલ છે. ટીવી ન્યુઝ ચેનલમાં હરિની ભારતની બીજી અને ગુજરાતની પહેલી સ્પોર્ટ્સ એડિટર રહી ચૂકી છે. એક સમયે પ્રોફેશનલ પાઇલટ બનવાની ઇચ્છા ધરાવતી હરિની રાણા માસ કોમ્યુનીકેશનની ડિગ્રી લીધા પછી છેલ્લા 13 વર્ષથી સ્પોર્ટ્સ પત્રકાર અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરે છે. સ્પોર્ટ્સ પત્રકાર તરીકે હરિની ચાર ક્રિકેટ વર્લ્ડ કપ, ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન ઓપન તો લંડન અને રિયો ઓલિમ્પિક જેવી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ કવર કરી ચૂકી છે. હરિની રાણા મહિલા અને સ્પોર્ટ્સ માટે યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ મુંબઈની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. સ્પોર્ટ્સમાં વધુને વધુ મહિલાઓ આગળ આવે તેના માટે હરિની કામ કરતી રહી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024