75 માં સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિના રંગોમાં રંગાઈ સોશિયલ મીડિયાની દુનિયા, જુઓ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા

15-Aug-2021

Independence Day 2021 : આજથી 75 વર્ષ પહેલા 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી.આ દિવસ ભારતના ભવ્ય ઇતિહાસમાં સૌથી મહત્વનો દિવસ છે. ઘણા સ્વાતંત્રય સેનાનીઓએ (Freedom fighters)આ દિવસ માટે બલિદાન આપ્યું છે. ત્યારે દર વર્ષે આ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

હાલ, #IndependentDay અને #IndiaAt75 જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. એક યુઝરે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું કે, સ્વતંત્રતા દિવસ પર આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું કે, આ દિવસ આપણા બધા ભારતીયો માટે ખુબ મહત્વનો છે. સ્વતંત્રતા દિવસે લોકો અભિનંદનની સાથે મેમ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 આ દિવસે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતુ, તેથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતના વડા પ્રધાન (Prime Minister) લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

Author : Gujaratenews