રાજ્યના કેશોદ, વેરાવળ, બુલસર, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી અને અમદાવાદના ભાગોમાં હળવો વરસાદ
11-Jul-2021
Gujarat : sky weather એ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ત્રણતિ ચાર દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે અને મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે. છેલ્લા 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસાની ગતિવિધિ તીવ્ર બની છે. રાજ્યના કેશોદ, વેરાવળ, બુલસર, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી અને અમદાવાદના ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો. ડીસામાં પણ હળવા વરસાદ નોધાયો હતો.
sky weather અનુસાર રાજ્યમાં આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેવાની છે. આ સાથે એક કે બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે, ચોક્કસપણે તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે અને હવામાન સુખદ રહેશે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોનસુન બ્રેકની સ્થિતિ હવે પુરી થઇ ગઈ છે. સામાન્ય રીતે કેટલીક વાર એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે કે ચોમાસાનું આગમન થયા પછી પણ જે તે રાજ્યમાં જોઈએ તેટલો વરસાદ વરસતો નથી.
આ પરિસ્થિતિને મોનસુન બ્રેક (Monsoon Break) કહેવામાં આવે છે. હાલ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ મોનસુન બ્રેકની સ્થિતિને કારણે જ ગુજરાતમાં વરસાદ નહોતો વરસી રહ્યો.મોનસુન બ્રેક (Monsoon Break) ની અસરને કારણે ગુજરાતમાં 36 ટકા જેટલો વરસાદ ઘટ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર રીજીયનમાં 47 ટકા વરસાદની ઘટ છે તો ગુજરાત રીજીયન, જેમાંમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે ત્યાં 27 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 156.5 MM વરસાદ વરસવો જોઈતો હતો જેના બદલે માત્ર 100.5 MM જ વરસાદ વરસ્યો છે.તાઉતે ચક્રવાત બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો.
જૂનના પ્રારંભમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે.આ વરસાદથી ખેડુતો વહેલી વાવણી કરવા પ્રેરાયા હતા. જૂનના બીજા અઠવાડિયાથી ગુજરાતમાં હવામાન લગભગ સુકું રહ્યું છે, જેના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આગામી એક અઠવાડિયા વરસાદની દ્રષ્ટિએ સ્થિતિ આશાસ્પદ લાગી છે. તેથી રાજ્યમાં વરસાદની અછત થોડી હદે ઓછી થઈ શકે છે અમે છે અને ખેડૂતોને ઘણી રાહત મળશે.
Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો
આ પણ વાંચવા જેવું... SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી
20-Aug-2024