Ahmedabad : સોનાની જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારી આલમમાં રોષ ફેલાયો છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સ આજે ટોકન હડતાળ પર જશે. આજની હડતાળમાં અમદાવાદના નાના-મોટા 10 હજાર જ્વેલર્સ જોડાશે.
અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. અને HUIDને એક ‘વિનાશક પ્રક્રિયા’ ગણાવી છે. તેમજ ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ બીઆઇએસએ જેમ અને જ્વેલરી ઉદ્યોગ સાથે મહેસૂલ વિભાગની બાબતોને જટિલ અને અવ્યવહારુ બનાવવાનો વેપારીઓને આરોપ છે.
Author : Gujaratenews
                             
                                             
                                    


 
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                 
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                             
                                            
16-Oct-2025