ગુજરાત પર આફત ત્રાટકી : કેટલાય જિલ્લાઓમાં આખી રાત જળબંબાકાર, જુઓ ક્યાં કેટલો વરસાદ

18-May-2021

188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

અમરેલી, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ

મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ

વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ તથા અમરેલીમાં નોંધાયો છે. બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ , ઉનામાં 7 ઇંચ, સાવરકુંડલામાં 6.5 ઇંચ વરસાદ, પાલીતાણામાં 6 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ વરસાદ, મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.

મહુવામાં પણ ભયંકર પરિસ્થિતિ 

તૌકતે વાવાઝોડાને પગલે ભાવનગરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના મહુવામાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીગમાં સામે આવ્યું છે કે મહુવામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી ભરાઇય ગયા છે. આખી રાતમાં મહુવામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પાલીતાણામાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

 

મોટા મોટા શહેરોમાં શું છે અસર

અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરતમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે અનેક વિસ્તારો તરબોળ થઈ ગયા છે. જ્યારે રાજકોટમાં પણ ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. 

Author : Gujaratenews