અંશતઃ નુકસાન પામેલા મકાન દીઠ મળશે રૂા.૨૫ હજારની સહાયઃ કોર કમિટીની બેઠકમાં રૂપાણી સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય.
Gandhinagar: વાવાઝોડાને કારણે ભારે તારાજી સર્જાઈ છે. તેવામાં આજે કોર કમિટીની બેઠકમાં સીએમ રૂપાણી સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અને વાવાઝોડામાં થયેલી નુકસાનીને લઈ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત સીએમ રૂપાણી દ્વારા સર્વેની કામગીરી ઝડપથી પૂરી કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. તાઉ તે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. ૯૫,૧૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અંશતઃ નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. ૨૫,૦૦૦ની સહાય અપાશે. આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ. ૧૦,૦૦૦ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે રૂ. ૫,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. તાઉ તે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશતઃ નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સર્વેમાં લઈ સર્વે કામગીરી વેગવાન બનાવવામાં આવી છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025