ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તારાજી, 1થી 10 ઈંચ વરસાદ

18-May-2021


વાવાઝોડુ તાઉતે ત્રાટકી હવે નબળું પડી ગયું છે. 190 કિલોમીટરની ઝડપે વિનાશકારી પવન ફૂંકાઈને હવે ધીમધીમે રાજસ્થાન બાજુ આગળ વધ્યું છે. જોકે, તેનું જોર ઓછું થઈ ગયું છે. જેમાં ગુજરાતના 18000 ગામડામાંથી 2500થી વધુ ગામડાઓમાં વીજળીના થાંભલાઓ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ઉપરાંત વાવાઝોડાથી રાજ્યના 17 જિલ્લાઓમાં અસર પહોંચી છે. ભાવનગર, ગીર, સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લા સૌથી વધુ નુકસાની હેઠળ આવ્યા છે. બગસરામાં 8 ઈંચ, ગીરગઢડામાં 7 ઈંચ, સાવરકુંડલા, ઉના અને પાલિતાણામાં 7 ઈંચ, મહુવા 6 ઈંચ, અમરેલી, ખાંભા,બાબરા, રાજુલા, ઉમરાળામાં 5 ઈંચ, વલ્લભીપુર વિસાવદર ભાવનગરમાં 4 ઈંચ જેસર તળાજા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય સ્થળે અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

Author : Gujaratenews