અમદાવાદ: અત્યારસુધીમાં ચાર લાખ 90 હજાર કરતાં વધુ દરદીએ કોરોનાને માત આપી છે. તો ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 12 હજાર 545 નવા દરદી નોંધાયા છે, જ્યારે 13 હજાર 21 સાજા થઈ ગયા છે.ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ અંગે આંકડા બહાર પાડવામાં આવ્યા હતા.
આ દરમિયાન વધુ 123 દરદીનાં મૃત્યુ થયાં છે અને સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મૃત્યુ પામનારાઓની સંખ્યા આઠ હજાર 35 પર પહોંચી છે.
હાલમાં રાજ્યમાં કોરોનાના એક લાખ 47 હજાર 525 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 786 વૅન્ટિલેટર પર છે.
Author : Gujaratenews
09-May-2025