Guidelines for child: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક ફરજિયાત નથી

10-Jun-2021

કોરોના રોગચાળાની ત્રીજી લહેર, બાળકો માટે વધુ ઘાતક નિવડવાની આગાહી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે ( DGHS ) જાહેર કરેલ નવી માર્ગદર્શિકામાં એવુ જણાવાયુ છે કે, પાંચ વર્ષથી નાના બાળકોને માસ્ક પહેરવાની જરૂર નથી. હકીકતમાં, કોવિડ -19 રોગચાળા સામે રક્ષણ આપવા માટે જારી કરાયેલા પ્રોટોકોલમાં, નાના બાળકોને પણ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.( Guidelines for child ) બાળકોને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલી નવી માર્દર્શિકામાં માસ્ક પહેરવાની વય નક્કી કરવામાં આવી છે. બાળકના માતાપિતા અને ડોકટરોની દેખરેખ હેઠળ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક ફરજિયાત નથી, જ્યારે 6 થી 11 વર્ષના બાળકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ -19 રોગચાળાને રોકવા માટે જાહેર કરાયેલા પ્રોટોકોલ અનુસાર, માસ્ક પહેરીને, શારીરિક અંતર રાખવું, વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે.સીટી સ્કેનના તર્કસંગત ઉપયોગની સલાહ આપતા, ડીજીએચએસએ જણાવ્યું છે કે સીટી સ્કેન સારવારમાં થોડી મદદ જરૂર કરે છે. પરંતુ બાળકની ઉમરને ધ્યાને લઈને કોરોના સંક્રમણની સ્થિતિમાં, ડોકટરોએ ફક્ત પસંદગીના કેસોમાં જ એચઆરસીટી કરાવવાનું નક્કી કરવું જોઈએ.

Author : Gujaratenews