વૉશિંગ્ટન: અમેરિકન સંસદમાં ગ્રીનકાર્ડની સિસ્ટમમાં સુધારો રજૂ કરતાં ઐતિહાસિક બિલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસમેન ઝોઈ લોફગ્રીન અને જ્હોન કટીઝે અમેરિકન સંસદમાં બિલ રજૂ કર્યું હતું. બિલમાં દેશ પ્રમાણે ગ્રીનકાર્ડ આપવાની સિસ્ટમ નાબુદ કરવાની હિમાયત કરવામાં છે.
નોંધનીય છે કે અમેરિકા અત્યારે દેશ પ્રમાણે સાત ટકા નાગરિકોને ગ્રીનકાર્ડ આપે છે. જે દેશના નાગરિકો અમેરિકામાં રહે છે અને કાયમી પરવાનાની રાહ જોઈ રહ્યા છે, એમાંથી પ્રત્યેક દેશના સાત ટકા નાગરિકોને સિનિયોરિટીના આધારે ગ્રીન કાર્ડ મળે છે. તેના કારણે ભારત ચીન જેવા વધુ વસ્તી ધરાવતા દેશોના નાગરિકો બબ્બે-ત્રણ-ત્રણ દશકાથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે.માત્ર સાત ટકાના હિસાબે ગ્રીનકાર્ડની પરવાનગી મળતી હોવાથી અન્ય નાગરિકોન વારો આવતા વર્ષો નીકળી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે હવે અમેરિકા કોટા સિસ્ટમને નાબુદ કરીને ગ્રીનકાર્ડ આપવાની પેશકશ કરી રહ્યું છે. જો બાઈડેનના શાસનકાળમાં આ માટે ઐતિહાસિક બિલ રજૂ થયું છે. ઈક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડ્સ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ એક્ટ-૨૦૨૧ રજૂ થયું છે. જો આ બિલ સંસદમાં પસાર થઈ જશે તો અમેરિકામાં રહેતાં સંખ્યાબંધ ભારતીય નાગરિકોનો દાયકાઓનો ઈંતઝાર ખતમ થશે. તેમને આગામી બે-ત્રણ વર્ષમાં જ ગ્રીનકાર્ડ મળી જાય તેવી શક્યતા ઉજળી બની જશે. આ બિલમાં બીજી એક જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે પરિવાર માટે વિઝાની મર્યાદા સાત ટકા છે. તે વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ છે. એટલે કે જે વિદેશી નાગરિકો અમેરિકામાં રહે છે, તેમાંથી સાત ટકાના પરિવારના સભ્યને અમેરિકામાં રહીને નોકરી ધંધાની પરવાનગી અપાતી હતી. તે સંખ્યા વધારીને ૧૫ કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ નવી જોગવાઈના કારણે આઈટી નિષ્ણાતોના પરિવારના સભ્યને અમેરિકામાં પહોંચવાનો માર્ગ વધુ મોકળો બનશે. બિલ રજૂ કરતી વખતે કોંગ્રેસમેને કહ્યું હતું કે દેશમાં ૧૯૯૦થી ઘણાં નાગરિકો પરમેનેન્ટ રેસિડેન્ટ કાર્ડ એટલે કે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. તેમને હવે ગ્રીનકાર્ડ આપી દેવાનો સમય થઈ ચૂક્યો છે. તેમની ૩૦ વર્ષ જૂની અરજીનો નિકાલ થાય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી વિઝા નીતિની બાઈડને વિઝા નીતિ હળવી કરવા વાયદો ચૂંટણીઓ પહેલાં કર્યો હતો. તેના ભાગરૃપે આ બિલ રજૂ થયું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024