ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનનુ ઉત્પાદન શરૂ થશે, આખરે મંજૂરી મળી

11-Aug-2021

અંકલેશ્વર: ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં કોરોનાના કહેર (Coronavirus) વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની (Bharat biotech) કોવેક્સિન (covaxin) હાલમાં લોકોને અપાઈ રહી છે. ત્યારે ગુજરાત માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન હવે અંકલેશ્વરમાં (Covaxin production facility in Ankleshwar) થશે. આ અંગે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) ટ્વિટ કરીને જાણકારી આપી છે.

આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ભારત સરકારે ભારત બાયોટેકની રસીના ઉત્પાદનની સુવિધા માટે ગુજરાતનાં અંકલેશ્વરને મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીના વિઝન SabkoVaccine Muft Vaccine સબકો વેક્સિન મુફત વેક્સિન અનુસરતા, વિશ્વની વેક્સિનેશનને ગતિ મળશે.

Author : Gujaratenews