નવી દિલ્હીઃ આજકાલ મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે. બધા કામ આપણા ફોનમાંથી થઈ જાય છે. ભલે તે પેમેન્ટ કરવાનું હોય તો પછી ઓર્ડર કરવાનો હોય. શું તમને ખ્યાલ છે કે સ્માર્ટફોન દ્વારા તમે કમાણી પણ કરી શકો છો? હાં સાચી વાત છે.. તમે ફોનથી હજારો રૂપિયાની કમાણી કરી શકો છો. તે માટે તમારે ગૂગલની મદદ લેવી પડશે. મહત્વનું છે કે વધારાની ઇનકમ પર ગૂગલ રિવોર્ડ્સ આપે છે, જેમાં તમે કમાણી કરી શકો છો... આવો જાણીએ વિગત...
Google Opinion Rewards દ્વારા તમે કમાણી કરી શકો છો. તમારે અહીં કોઈપણ મુદ્દા પર પોતાનો મત રાખી શકો છો અને બદલામાં કમાણી કરી શકો છો. મહત્વનું છે કે ગૂગલ અલગ-અલગ વિષય પર સર્વે કરાવે છે. તમારે સૌથી પહેલા સર્વે સાથે જોડાવું પડશે. સર્વેમાં જોડાવા માટે તમારે ગૂગલના આ ફીચર્સને ઇન્સ્ટોલ કરવું પડશે. સર્વેમાં સામેલ થઈ તમે દરરોજ 50થી 500 રૂપિયાની કમાણી કરી શકો છો.આઈપોલ દ્વારા કરી શકો છો 50 હજારની કમાણી
તમે આઈપોલ દ્વારા પણ કમાણી કરી શકો છો. અહીં ઇંક કોર્પોરેશન સ્માર્ટફોન ફીચર છે. અહીં તમે વધારાની કમાણી કરી શકો છો. અહીં પણ તમારે સર્વે સાથે જોડાવું પડશે. પરંતુ ગૂગલ ઓપીનિયનની તુલનામાં અહીં વધારે કમાણી થાય છે. એક સર્વે પૂરો કરવા પર 100થી એક હજાર રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. માની લો તમે મહિનામાં 50 સર્વે કરો છો તો 5 હજારથી 50 હજારની કમાણી કરી શકો છો.
11-Apr-2025