Apple iPhone કે Android પર જો તમે Gmail એપ યૂઝ કરો છો તો તમારા માટે આ એક બિગ અપડેટ છે. Gmailમાં તમે Google Chat એપને ઈન્ટીગ્રેટ કરી શકો છો. હવે Gmailમાં તમને Mail, Meet અને Rooms જોવા મળશે. આ તમામને હવે આઈઓએસ અને એન્ડ્રોયડ Gmail એપનો પાર્ટ બનાવી દીધો છે.
માત્ર ગૂગલ વર્કસ્પેસ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ હતું. હવે આ ફીચરને પર્સનલ અકાઉન્ટ માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. એનો મતલબ છે કે, આઈફોન અને આઈપેડ પર ઉપલબ્ધ જી-મેલ એપને બોટમમાં ચાર ટેબ મળશે. આ ફંક્શન આવ્યા પછી એવુ માનવામાં આવી રહ્યું છે કે ગૂગલ ટૂંક સમયમાં Hangouts એપને હટાવી દેશે. આ ફીચર ફિલહાલ આઈઓએસ પર સારી રીતે કામ કરી રહ્યું છે. પરંતુ એન્ડ્રોયડ પર તેને એક્સેસ નથી કરી શકાયું. આશા છે કે એન્ડ્રોયડ પર પણ તેનું એક્સેસ મળી જશે. ચેટ ફંક્શનલિટીને ઓન કરવા માટે Apple iPhone અથવા Android ફોન યૂઝ કરી શકાય છે. તેના માટે તમારે Gmail એપને સૌથી પહેલાં અપડેટ કરવું પડશે. આના માટે તમે ફોનના પ્લેટફોર્મ મુજબ એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પર થઈ શકો છો.
એપ અપડેટ થઈ ગયા પછી જી-મેલને ઓપન કરો. તેમાં તમને ટોપ લેફ્ટ સ્ક્રીન પર રહેલા સેન્ડવિચ બટન પર ક્લિક કરવું પડશે. જેનાથી સાઈડબાર ઓપ્શન ઓપન થશે. તેના પછી સ્ક્રોલ ડાઉન કરીને સેટિંગમાં જવાનું રહેશે. જ્યાં તમારા પર્સનલ અકાઉન્ટને સિલેક્ટ કરો. ત્યાં તમને એક ઓપ્શન Chat જોવા મળશે. જેને ટોગલ ગ્રીન કરીને અનેબલ કરી દો. તેનાપછી પોતાના Gmail એપને રીસ્ટાર્ટ કરો. તે પછી તમને બોટમમાં એક ટેબનું ઓપ્શન દેખાશે. જેનાથી આસાનીથી ચેટ કરી શકાશે.ગૂગલના આ ફીચરથી વોટ્સએપ, ટેલીગ્રામ અને સિગ્નલને ટક્કર અપાશે. ગૂગલ ચેટ ઈન્ટરફેસથી તમે મીડિયા અને ફોટો પણ શેર કરી શકો છો. આનાથી તમે સીધા ગૂગલ ડ્રાઈવને એક્સેસ કરીને તેના કન્ટેન્ટ શેર કરી શકો છો. તમે ગૂગલ કેલેન્ડરને એક્સેસ કરી કોઈ મીટિંગને પણ શેડ્યૂલ કરી શકો છો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024