ગોવામાં ઓક્સિજનના અભાવ રોજના 15 મોત

15-May-2021

ગોવાની મેડિકલ કોલેજમાં ઓક્સિજનની અછતથી રોજના 15 લોકોનો મોત થઇ રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી 75 કોરોના દર્દીઓના ઓક્સિજનના અભાવને લીધે મોત થયા છે. બે દિવસ પહેલા પણ એ જ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવથી 26 મોત થતા હાહાકાર મચી ગયો છે. બોમ્બે હાઇકોર્ટે ગોવા સરકારને સખ્ત આદેશ આપીને નક્કી કરવા કહ્યું છેકે હોસ્પિટલમા ઓક્સિજનની અછતના કારણે કોઇના જીવ જવા ન જોઇએ.

Author : Gujaratenews