પ્રતિકાત્મક તસવીર.
બદલાતાં સમય સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે અને હવે ટેક્નોલોજીના સહારે ગુનાઓ આચરતાં થયા છે.
હાઈલાઈટ્સ:
સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કેવી મુશ્કેલી સર્જી શકે તેનું ઉદાહરણ અમદાવાદની આ ઘટના છે.
ઘરવાળાના દબાણમાં યુવકે યુવતી સાથેના સંબંધો કાપી નાખ્યા અને બીજે સગાઈ કરી.
ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે બદલો લેવાનું નક્કી કર્યું અને આવી ભયાનક રીતે બદલો લીધો.
અમદાવાદઃ સામાન્ય રીતે પ્રેમમાં પાગલ પ્રેમીએ મોટું કાંડ કરી નાખ્યું હોય તેવું આપણે સાંભળતાં આવ્યા છીએ. જોકે અમદાવાદમાં તાજેતરમાં એક એવો કિસ્સો આવ્યો છે જેમાં યુવતીએ પોતાની સાથે પ્રેમ સંબંધ રાખીને હર્યા ફર્યા બાદ અન્ય યુવતી સાથે સગાઈ કરી લેનારા એક્સ બોયફ્રેન્ડ સામે ભયાનક રીતે બદલો લીધો છે. અમદાવાદ સાયબર સેલમાં થયેલી ફરિયાદ મુજબ યુવતીની પોતાના પૂર્વ પ્રેમીની ફિયાન્સીના ન્યૂડ ફોટો વાયરલ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ એક્સ બોયફ્રેન્ડની ફિયાન્સીના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી બનાવી પ્રોફાઈલમાં તેના ફોટો મૂક્યા હતા. જેથી પીડિત યુવતીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને 22 વર્ષની આ ગર્લફ્રેન્ડ સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
ઘટનાની વિગતો અનુસાર નરોડામાં રહેતી 22 વર્ષની એક યુવતીએ તેને એક્સ બોયફ્રેન્ડની સગાઈ તોડાવા માટે તેની ફિયાન્સીના નામથી ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીએ આ બાદ તેના પ્રોફાઈલ ફોટોમાં ન્યૂડ ફોટો મૂકીને પૂર્વ પ્રેમીને રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે એકાઉન્ટના આઈ.પી લોગ્સની માહિતી મેળવતા યુવકની પૂર્વ પ્રેમિકાએ જ આ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું.
આરોપી યુવતીની અટકાયત કરીને પૂછપરછ કરાતા જાણવા મળ્યું હતું કે, ફરિયાદીના યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. જોકે બંનેના ઘરે આ વાતની ખબર પડતા સંબંધ તૂટી ગયા હતા. બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પૂર્વ પ્રેમિકાએ બદલો લેવાનું નક્કી કરી લીધું. યુવતી પાસે યુવકના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી અને પાસવર્ડ તો અગાઉથી જ હતા જેથી તેનો ઉપયોગ કરીને તેણે યુવકના ચેટ બોક્સમાં તેની મંગેતરે મોકલાવેલા અંગત ફોટોઝ પોતાની પાસે સેવ કરી લીધા હતા બાદમાં યુવકની ફિયાન્સીના નામનું ફેક આઈ.ડી બનાવી તેમાં ફોટોઝ મૂકી દીધા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મામલે આઈ.ટી એક્ટ 43(એ), 66(સી), 67 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને યુવકની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025