ગીર સોમનાથ જિલ્લામાં "તાઉ-તે" વાવાઝોડાની આફતને અવસરમાં ફેરવી નાંખતા સુરતની “સેવા” સંસ્થાના યોધ્ધાઓ..
"તાઉ-તે" વાવાઝોડા થી થયેલ નુકશાનની જાણ થતાં જ સુરતની સેવા સંસ્થા દ્વારા ગીર-સોમનાથ જીલ્લામાં "સેવા" સાથીઓની ટિમ 100 જનરેટર સાથે આજરોજ પહોચેલી ત્યારે ઉના ગુજરાત વિદ્યુત બોર્ડના ઈજનેર અને જી.ઇ.બી.ના કર્મનિષ્ઠ સ્ટાફ દ્વારા ખુબજ સુંદર સહયોગ પ્રાપ્ત થયો અને સોનામાં સુગંધ ભળી ગઈ.
ગીર-ગઢડાના ૭૨ ગામોમાં ૨૪ જનરેટર સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને મામલતદાર કોલડીયા સાહેબની ઉપસ્થિતીમાં દરેક ગામના સરપંચોના જવાબદાર વ્યક્તિની સાથે દરેક ગામના લોકોની ટ્રેક્ટર સાથે જનરેટર લેવા આવવા લાંબી કતાર થઈ જેથી સેવાના ટ્રેલરમાંથી જે તે ગામના ટ્રેક્ટરમાં સીધા જનરેટર લોડ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી ગામડાઓમાં ઇલેક્ટ્રિક સપ્લાય મળશે નહીં ત્યાં સુધી ત્રણ ગામ વચ્ચે 1 જનરેટર આપી નળ સુધી પાણી સપ્લાય પૂરો પાડવામાં આવશે.
ઉના તાલુકાના ૬૭ ગામોમાં ૨૨ જનરેટર ઉનાના ધારાસભ્યશ્રી પૂંજાભાઈ વંશ દ્વારા, ભાવનાબા ઝાલા(પ્રાંત સાહેબ), જોશી સાહેબ(ના.મામલતદાર), નીનામા સાહેબ તથા પાણી પુરવઠા વિભાગીય ખાતાની ઉપસ્થિતીમાં દરેક ગામના સરપંચોના જવાબદાર વ્યક્તિની સાથે દરેક ગામના લોકો મોટા વાહનો સાથે આવી સેવાના ટ્રેલર માંથી જે તે ગામના વાહનમાં સીધા જનરેટર લોડ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી ગામડાઓમાં ઇલેક્ટ્રિક સપ્લાય મળશે નહીં ત્યાં સુધી ત્રણ ગામ વચ્ચે 1 જનરેટર આપી નળ સુધી પાણી સપ્લાય પૂરો પાડવામાં આવશે.
ગીર-સોમનાથ જીલ્લામા "સેવા" ના સાથીઓ શરદભાઈ ઇટવાયા,જ્યંતીભાઈ ભાલાળા,અર્પિતભાઈ કથીરિયા, અને હસમુખભાઈ હપાણી, હાર્દિકભાઈ પાનસુરીયા, મનીષભાઈ દોમડીયા દ્વારા દરેક ગામો સાથે સંકલન કરીને જીલ્લાને હૂંફ પુરી પાડવામાં આવે છે.
પાણી પુરવઠોની સરાહનીય કામગીરી કે જેમણે સરકાર જૂથ સહાય યોજનાનું સંકલન કરીને દરેક ઘર ઘર સુધી પાણી પહોંચતું કરવામાં આવ્યું અને અસરગ્રસ્ત ઉના તાલુકાના સ્થાનિક તંત્ર દ્વારા પણ ખુબજ મહત્વની ભૂમિકા ભજવી ગામના લોકોમાં આફત અવસરમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવો આનંદ ઉલ્લાસ માં આવી ગયા.
આ સર્વ કામની શુભ શરૂઆત નાની બાળાઓના હાથે કુમ કુમ તિલક કરી આ “સેવા” સંસ્થાના યોદ્ધાઓનું સ્વાગત કરવાની સાથે ગીર-સોમનાથ કલેક્ટરશ્રી અજયભાઈ પ્રકાશ સાહેબ (IAS), સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, મામલતદારશ્રી કોલડીયા સાહેબ, ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, ભાવનાબા ઝાલા (પ્રાંત સાહેબ), જોશી સાહેબ(ના.મામલતદાર), નીનામા સાહેબ તથા પાણી પુરવઠા વિભાગીય ખાતા દ્વારા "સેવા" સંસ્થા અને સેવા સાથીઓશ્રી મહેશભાઈ સવાણી, પંકજભાઈ સીધ્ધપરા, ધાર્મિકભાઈ માલવિયા, ઘનશ્યામભાઈ મેકડા આ તમામ "સેવા" ના સાથીઓનો ખૂબ જ સાથ-સહયોગ પ્રાપ્ત થયો તથા સ્થાનિક ગ્રામજનો એ પણ આ કાર્યને ઉત્સાહ થી ઉપાડી લીધું. સમગ્ર વિસ્તારના લોકો વતી સુરતની "સેવા" સંસ્થાનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024