સૌરાષ્ટ્રમાં હજુ વીજ પુરવઠો યથાવત થતા અઠવાડિયું લાગશે, તાકીદે વીજળી શરૂ કરવા જીઇબીના 750 યોદ્ધા મોકલાયા
22-May-2021
સૌરાષ્ટ્રમાં છ દિવસથી અંધારપટ છે. હજુ પણ વીજ પુરવઠો શરૂ થયો નથી. જેથી લોકોનુ જીવવું દુષ્કર બન્યું છે. હાલ વીજળી કંપનીના દસ હજારથી વધુ કર્મચારીઓ ખડેપગે સેવામાં છે. ઉપરાંત જિલ્લા પ્રમાણે વીજ કર્મચારીઓને સૌરાષ્ટ્ર મોકલવામાં આવી રહ્યા છે. સુરતમાંથી 750 કર્મચારીઓને સૌરાષ્ટ્ર રવાના કરાયા છે. હજુ પણ અઠવાડિયા બાદ વીજ પુરવઠો શરૂ થાય તેવી શક્યતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમા 70 હજાર વીજ પોલ ધરાશાયી થયા છે અને 5 હજાર ગામડાઓમાં વીજપુરઠો કપાયો હતો. જેમાંથી અડધા ગામમાં હજુ અંધારપટ છવાયો છે.
સૌરાષ્ટ્રમાં તાઉ-તેએ મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકસાન થયું છે. જેથી ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વીજ પુરવઠો નિયમિત થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ રાત-દિવસ જહેમત કરી રહ્યા છે. ભારે તબાહીના કારણે વધુ માનવબળની જરૂરીયાત હોય તત્કાલ દક્ષિણ ગુજરાત વિજ કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ શુક્રવારે સવારે હજીરાથી ઘોઘા રો-રો ફેરી મારફતે રવાના થઈ હતી. ખાસ ટીમો 40 વાહનો અને પોલ ઈરેક્શન મશીન્સથી સજ્જ છે. વાવાઝોડું ગયું તેના ચાર દિવસ થઈ ગયા છે તેમ છતાં સૌરાષ્ટ્રના અને ખાસ કરીને અમરેલી જિલ્લા અને ઉના આસપાસના ગામડાંઓમાં અંધારપટ છવાયેલો છે. વીજળી ન હોવાથી લોકોને પાણીની સમસ્યા પણ થઈ રહી છે. લોકોના ફોનમાં ચાર્જિંગ પણ નથી. લોકો ફોનનું ચાર્જિંગ વાહનોની બેટરીમાંથી કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે વીજળીની વ્યવસ્થા થાય તે માટે દક્ષિણ ગુજરાત વિજળી કંપની લિમિટેડ દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે.
40 ટીમોમાં ડે.એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, હેલ્પરને મોકલાયા છે. 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્રના જશે. DGVCLની 40 ટીમોમાં ડે.એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, હેલ્પર સહિત કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફ મળી 400થી વધુ વીજકર્મીઓ સૌરાષ્ટ્રની PGVCL કંપની વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે મદદરૂપ થશે. 400 વીજ કર્મીઓને રો-રો ફેરી સર્વિસથી મોકલ્યા બાદ હવે 300ને બસ દ્વારા મોકલાશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024