સુરત GPBO દ્વારા ડાયમંડ નામ પરથી વધુ એક પર્લ વીંગનું લોન્ચીંગ કરાયું

22-Jun-2021

Surat :યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે સરદારધામ સંસ્થા દ્વારા એના લક્ષબિંદુઓ અંતર્ગત GPBO ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સંગઠનની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી નાનાથી માંડીને મોટાં બિઝનેસમેનો આ સંગઠનમાં જોડાઇ શકે છે અને પરસ્પર ઉપયોગી થઈ વ્યાપાર- ઉદ્યોગ કરી શકે છે. આ માત્ર એક સંગઠન નથી પરંતુ એક પરિવાર છે. જી.પી.બી.ઓ.ની અલગ અલગ 4 ઝોનમાં આ 14મી વિંગ શરૂ થઈ છે. એક વીંગમાં 50 થી વધુ સભ્યો જોડાયેલા છે. આજ સુધી આમાં 600 થી વધુ રેગ્યુલર દર વીક મળતા સભ્યો અને 15 હજારથી વધુ ટોટલ સભ્યો જોડાઇ ચુક્યાં છે. જેમની વચ્ચે 3 વર્ષના ગાળામાં 45 કરોડથી વધુનો બિઝનેસ થઇ શક્યો છે. જે બતાવે છે કે સંગઠનમાં કેટલી તાકાત રહેલી છે. 

 

સુરત ખાતે સ્થિત ડાયમંડ નામ પર આધારિત જી.પી.બી.ઓ. સંગઠનની 3 વીંગ એટલે સેફાયર, એમરલ્ડ, રૂબી પછી હવે તેમાં વધુ એક પર્લ વીંગનું લોન્ચીંગ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાની સોશીયલ ડીસ્ટન્સની ગાઇડ લાઇન મુજબ ફીઝીકલ 51 સભ્યો અને ઓનલાઇન 230 થી વધુ સભ્યો હાજર રહ્યાં હતા. તમામ સભ્યોએ ટ્રેડીશનલ કપડામાં હાજર રહી કેક કાપીને ઉજવણી કરી હતી. 

 

આ લોન્ચીંગ કાર્યક્રમમાં સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા તેમજ જી.પી.બી.ઓ. સંગઠનના કન્વીનર ભાવિનભાઇ પટેલ ઓનલાઇન હાજર રહ્યા હતા. ગગજીભાઇ સુતરીયાએ તમામ સભ્યોને અભિનંદન આપ્યા હતા ને પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે યુવાનો દેશની આવતી કાલ છે ત્યારે તેમનો વિકાસ એ દેશનો વિકાસ છે. તેથી સૌ સાથે મળીને વિકસો અને સૌને વિકસાવો. જીવનમાં લક્ષ નક્કી કરો અને તે લક્ષને જ તમારું જીવન બનાવી દો. તો જ તમે પ્રગતિ કરી શકશો. પોતાની આવી મોટીવેશનલ સ્પીચ દ્વારા તેમણે સૌ યુવાનોને ઉત્સાહીત- પ્રોત્સાહિત કર્યા હતા.

Author : Gujaratenews