ફેસબુક ફ્રેન્ડે યુવતીને એવી ફસાવી કે… યુવતીની આખી જીંદગી બરબાદ થઈ ગઈ

26-Jul-2021

આજના યુગમાં સોશિયલ મીડિયાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેનો જે ઘણા લોકો દુરુપયોગ પણ કરી રહ્યાં છે. સુરતમાં ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરતાં યુવાને ફેસબુક ફ્રેન્ડને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.જો કે યુવતીએ પરિવાર સાથે ચર્ચા કર્યાં બાદ મિત્રતા તોડી નાંખી હતી. જે બાદ યુવાને પોત પ્રકાશ્યું અને બેવખત યુવતીની સગાઈ તોડાવી હતી. યુવક અવાર નવાર યુવતીને હેરાન કરતો હતો, તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. જેથી જે તેની સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

મળતી વિગત પ્રમાણે સોહન ઉફે સની રાજુભાઈ સુરાના (ઉ.વ.27) ગોપીપુરા સુરત ટેક્ષટાઈલમાં ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરે છે. થોડા સમય અગાઉ તેનો સંપર્ક 21 વર્ષીય યુવતી સાથે થયો હતો. બંને ફેસબુક ફ્રેન્ડ બન્યા હતા. અગાઉ બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી પરિચયમાં તો હતા જ પરંતુ વધારે નીકટ આવ્યાં હતા. બંનેના સંબંધ અંગે યુવતીના માતાને જાણ થતાં મિત્રતા તોડાવી નાંખી હતી.

થોડા દિવસ બાદ યુવતીની સગાઈ અન્ય જગ્યાએ નક્કી થઈ હતી પરંતુ યુવકે બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાત કરતા સગાઈ તૂટી ગઇ હતી, બીજી વખત પણ યુવકે આવી હરકત કરીને યુવતીને હેરાન કરી છે. આ શખ્સ સતત યુવતીનો પીછો કરતો હતો તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી જે તેની સામે ફરિયાદ કરતાં પોલીસે યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Author : Gujaratenews