SURAT : ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર એપી સેન્ટર બન્યું રહેશે. કારણ કે, સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની પકડ સારી છે. જ્યારે સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ સુરત શહેરના છે. મહેશ સવાણીના અભિનંદનના બેનરો લાગતા પાલિકા દ્વારા ઉતારી દેવામાં આવ્યા હતા.
અત્યારથી ગુજરાતમાં તમામ પાર્ટી ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં પહેલા આપના નેતા કેજરીવાલની મુલાકાત ત્યાર બાદ મનીષ સીસોદીયા આવ્યા અને સુરતના જાણીતો ચહેરો અને વર્ષોથી ભાજપમાં સાથે સંકળાયેલા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા.જેમ મહેશ સવાણીના સમર્થકો દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ અભિનંદનના બેનરો લગાવામાં આવ્યા. ત્યારે સુરત પાલિકા દ્વારા જાણે શહેરમાં ચૂંટણી પહેલા આચારસંહિતા લાગુ પડી હોય તેમાં દબાણ ખાતા દ્વારા બેનરો ઉતારી દેવામાં આવી રહ્યા હતા. એટલે કે વર્ષ 2017માં વિધાનસભાના ઇલેક્શનમાં પાટીદાર ફેક્ટરમાં ખેંચતાણ હતી પણ કોઈ ઇફેક્ટ કામ નહીં લાગી.
પણ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાટીદાર ફેક્ટર કામ લાગ્યું અને પાટીદારમાં સારું નામ ધરાવતા મહેશ સવાણી આપમાં જોડાયા બાદ કહી શકાય કે સુરતમાં વિધાનસભાની બેઠકો પર ક્યાંક અસર થઈ શકે છે. અને ભાજપ પ્રદેશ પ્રમુખના ગઢમાં સતત આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. ત્યારે તેને પહોંચી વળવા માટે ભાજપ દ્વારા પણ અંદરોઅંદર કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આપ પાર્ટીએ વધુમાં વધુ લોકોને મિસકોલ થકી અને તાજેતરમાં વરાછા, ઈચ્છાપોર સહિતના વિસ્તારોમાં સુરતમાં ૫૦ હજારથી વધારે લોકો જોડ્યા છે. આગામી સમયમાં હજુ વધુ મોટા માથાઓ જોડાઈ તેવી શક્યતા છે. ગુજરાતમાં સીએમના ચહેરાની પણ ચર્ચા શરૂ થઈ છે.
11-Apr-2025