ન્યુ દિલ્હી,મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ઈડી દ્વારા ગાળિયો કસાઈ રહ્યો છે. અનિલ દેશમુખના ઘરે દરોડાની કાર્યવાહી બાદ ઈડીની ટીમે મોડી રાતે તેમના પર્સનલ આસિસટન્ટ કુંદર શિંદે અને પર્સનલ સેક્રેટરી સંજીવ પલાંડેને મની લૉન્ડિંગ એક્ટ હેઠળ ધરપકડી કરી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યુ કે મુંબઈમાં સીબીઆઈસીઆરપીએફના જવાનો સાથે ઑફિસમાં લગભગ ૯ કલાક પૂછપરછ બાદ પણ અનિલ દેશમુખના બંને સહયોગી તપાસ અધિકારીઓ સાથે સહયોગ નહોતા કરી રહ્યા ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી.ઈડીના
અધિકારીઓએ જણાવ્યુ કે કુંદન શિંદે અને સંજીવ પલાંડેની ધરપકડ બાદ બંનેને શનિવારે મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવશે જ્યાં ઈંડી પૂછપરછ માટે તેમની કસ્ટડીની માંગ કરશે. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે લગભગ સાડા સાત વાગે ઈડીના આઠ અધિકારીઓની એક ટીમ અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘરે પહોંચી અને દરોડા શરૂ કર્યા. આ દરમિયાન કોઈને પણ ઘરમાં આવવાની મંજૂરી આપવામાં આવી નિહ અને મોડી રાત સુધી રેડ ચાલુ રહી હતી.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025