બનાસકાંઠાનો આરોપી કેતુલ પરમાર, મુખ્ય સૂત્રધાર ઝડપાયો.
સુરત ઇકો સેલમાં એક ફરિયાદ નોંધાઇ છે. સુરત (Surat)માં રાજ્ય વ્યાપી કાર ભાડે લઈ અલગ અલગ લોકોને ગાડીઓ વેચી અથવા તો ગીરવે મુકવાનું કૌભાંડ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે, માત્ર એક જ વ્યક્તિ દ્વારા સુરતના અલગ અલગ લોકો પાસે 260થી વધુ ગાડીઓનું કૌભાંડ (scam)કરવામાં આવ્યું હતુ. જેમાં બનાસકાંઠાનો આરોપી કેતુલ પરમાર, મુખ્ય સૂત્રધાર ઝડપાયો. જે બાબતે સુરત ઇકો સેલમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જેમાં બનાસકાંઠાનો આરોપી કેતુલ પરમાર સુરતના કામરેજમાં આવેલા લાસકાણા ખાતે રહેતો હતો. તેમને ફરીયાદીઓ પાસેથી ડી.જી. સોલાર કંપની ઝઘડિયા ખાતે કારો ભાડે મુકવાની હોવાથી 122 ગાડીઓ લોકો પાસે કરાર કરાવી ભાડે રાખી હતી.આ કૌભાંડી કેતુલ પરમાર પહેલા લોકોને સમયસર કરારમાં નક્કી કરેલ મુજબ ભાડું ચૂકવતો પણ હતો.
ર ભાડે મુકી છેલ્લા બે ત્રણ વર્ષથી આ ગાડીઓ ભાડે કરી હોવાનું ખોટું રટણ કરી આરોપી દ્વારા કરવામાં આવતું હતું. કોઈપણ વ્યક્તિ પોતાની આટલી કિમતી ગાડીઓ ભાડે આપે તે અશક્ય છે.આરોપી એક 40 થી 45 હજારમાં ગાડી ભાડે આપતો હતો.લોકોને ધક્કા ખવડાવવામાં આવ્યા. ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં આરોપી કરોડો રુપિયાનું કૌંભાડ (scam)આચરી માલામાલ થઈ ગયો હતો. અંતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
જય ગોગા ટુર & ટ્રાવેલ્સના નામે કંપની ખોલી
260 થી વધુ ગાડીઓ ભાડે લીધી
દર મહિને 30 થી 40 હજાર ભાડું ચુકવતો
ગાડીના માલિકો સાથે ભાડા પેટે કરાર પણ કર્યા
ઇકો સેલમાં નોંધાઇ પોલીસ ફરિયાદ: જે લોકો પાસે ગાડી ભાડે રખાતો હતો. તે ગાડીના ઓરીજનલ કાગળો પણ સાથે લઈ લેતો જેથી ગીરવે મુકવામાં સરળતા રહે.સુરત ઈકો સેલમાં જ્યારે ફરિયાદ નોંધાઈ. ત્યારે સુરતની અલગ-અલગ 60 થી વધુ ગાડીઓ હોવાનું સામે આવ્યું હતુ. જેમાં કેટલાક ફરીયાદીઓ તો ગાડી લોન પર લીધી અને ભાડે આપી હતી. જેથી સાઈડમાં નાનો-મોટો વેપાર થઈ જાય. કૌંભાડીએ ફરીયાદીઓ પાસેથી કારના કાગળો પણ લઈ કારો વેચી પણ દેવામાં આવી છે. હાલમાં પોલીસે સમગ્ર કૌભાંડ (scam)બાબતે તપાસ કરી રહી છે. આ કૌંભાડ (scam)માં કુલ કેટલા લોકો સામેલ છે અને કેટલા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમજ અંદાજે 65 જેટલી ગાડીના માલિકોને બોલાવી કાર કબ્જે કરી ગાડીના માલિકોને બોલાવી તેમના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.
અંતે ઈકો સેલના ACP વી કે પરમાર હેઠળ સમગ્ર તપાસ ચાલું છે.મોટા ભાગની ગાડીઓ સુરતના કામરેજ (Surat Kamrej)માં વ્યાજ વટાવવાનો વેપાર કરતા લોકો પાસે આ ગાડીઓ છેઆરોપીને બોટાદ પોલીસે પકડતા સમગ્ર ગુનાનો ભેદ ઉકલાયા છે. હવે સુરત પોલીસ (Surat police) આરોપીનો કોર્ટમાંથી કબ્જો મેળવી તપાસ કરશે. તપાસમાં હજુ મોટા માથાના નામ તેમજ વ્યાજ વટાવી ગીરવે મુકી રુપિયા આપતા લોકોના નામ પણ સામે આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024