Earn Money: 4 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 12 લાખ રૂપિયા
02-Aug-2021
નવી દિલ્હી. શેર બજાર (Stock Market) પ્રત્યે રોકાણકારોને રસ વધી રહ્યો છે. રોકાણકારોનું શેર બજાર તરફ વલણ વધી રહ્યું હોવા પાછળનું કારણ છે બજારનું શાનદાર પ્રદર્શન. ગત એક વર્ષ દરમિયાન અનેક નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. સ્મોલ કેપ (Small Cap) અને મિડ કેપ (Mid Cap) શેરોએ રોકાણકારોને ઓછા સમયમાં સારું રિટર્ન (Stock Return) આપ્યું છે. આજે અમે આપને આવા સ્ટોક વિશે જણવવા જઈ રહ્યા છીએ જેણે માત્ર 12 મહિના એટલે કે એક વર્ષમાં જ રોકાણકારોને એક લાખ સામે 12.29 લાખનો ફાયદો કરાવી દીધો છે. આ સ્ટોક છે- ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ (Tata Teleservices Ltd). ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડના શૅરે એક વર્ષમાં પોતાના રોકાણકારોને 1129 ટકાનું રિટર્ન આપ્યું છે.
4 રૂપિયાનો આ શેર હવે 47 રૂપિયાનો થઈ ગયો
ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ શૅરની વાત કરીએ તો આ શેર ગયા વર્ષે બીએસઇ (BSE) પર 9 જૂન, 2020ના રોજ માત્ર 3.82 રૂપિયા પર બંધ થયો હતો. હવે આ શૅરની વેલ્યૂ 46.95 રૂપિયા છે. એટલે કે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડના શેરમાં એક લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો આજે ે 12.29 લાખ રૂપિયા પહોંચી ગયું હોય. આ અવધિ દરમિયાન આ સ્ટોકનું 1086 ટકાનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડની હિસ્સેદારી આ વર્ષની શરુઆતથી 489 ટકા વધી છે અને એક મહિનામાં 113 ટકા ચઢી ગઈ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024