પીએમ મોદીએ કર્યું e-RUPI લોન્ચિંગ, જાણો શું છે આ ડિજિટલ પેમેન્ટ સોલ્યૂશન અને કેવી રીતે કરશે કામ

02-Aug-2021

પીએમ મોદી દ્વારા e-rupiની શરૂઆત કરવામાં આવી છે. જેને ભારત દેશમાં લોન્ચિંગ કરાયું છે.

પીએમ મોદી તરફતી ડિજિટલ પહેલને પ્રોત્સાહન આપતા પીએમઓએ કહ્યું કે, વિતેલા વર્ષોમાં ઇચ્છિત લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા માટે અનેક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેથી સરકાર અને લાભાર્થીની વચ્ચે મર્યાદિત સંપર્ક બિંદુ રહે. પીએમઓએ કહ્યું કે, ઇલેક્ટ્રોનિક વાઉચરની અવધારણા સુશાસનના આ દૃષ્ટિકોણને આગળ લઈ જશે.

શું છે e-RUPI ?

e-RUPI એ કેશ અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરવા માટેનું એક માધ્યમ છે. તે ક્યૂ-આર કોડ અને એસએમએસ સ્ટ્રિંગ બેસ્ડ ઇ વાઉચરના રૂપમાં કામ કરશે. લોકો આ સેવા અંતર્ગત કાર્ડ, ડીજીટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર પેમેન્ટ કરી શક્શે.

કોઈ મધ્યસ્થીની નહીં રહે જરૂર

e-RUPI વિના કોઈ ફિઝિકલ ઈન્ટરફેસને ડિજિટલ રીતે લાભાર્થી અને સર્વિસ પ્રોવાઈડર્સની સાથે સર્વિસિસના સ્પોન્સર્સને એકમેકની સાથે જોડે છે અને નકકી કરે છે કે લેવડ-દેવડ પૂરી થયા બાદ સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ કરાશે. પ્રીપેડ થવાના કારણે આ કોઈ મધ્યસ્થીને સામેલ કર્યા વિના સર્વિસ પ્રોવાઈડરના સમયે પેમેન્ટ કરે છે. સેવાને લીક પ્રૂફ ડિલિવરી નક્કી કરવાની દિશામા ક્રાંતિકારી પગલું હોઈ શકે છે.

ઉપયોગ ક્યાં કરી શકાય?

તેનો ઉપયોગ માતા અને બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સહાય, ટીબી નાબૂદી કાર્યક્રમો, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વિવિધ કલ્યાણ યોજનાઓ હેઠળ સેવા પૂરી પાડવા માટે પણ થઈ શકે છે. એટલે સુધી કે, ખાનગી ક્ષેત્રો પણ તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ કરી શકે છે.

e-RUPIને લોન્ચ કરવાનો હેતુ ઓનલાઈન પેમેન્ટને વધારે સરળ અને સુરક્ષિત કરવાનો છે. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નાણાકીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રિય સ્વાસ્થ્ય પ્રાધિકરણની સાથે મળીને તૈયાર કરાયું છે.

Author : Gujaratenews