અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને ઝાલોદમાં 515થી વધુ નકલી રેમડેસિવિર 161 પેશન્ટોને ઠોકી દેવાયા

15-May-2021

અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને ઝાલોદમાં અત્યાર સુધીમાં 515થી વધુ નકલી ઇન્જેક્શનો 161 પેશન્ટો વેચાણઓલપાડના પિંજરતમાંથી બનાવટી રેમડેસિવિરના પર્દાફાશ બાદ પકડાયેલા આધેડની કબૂલાત 
કંપનીમાંથી સેટિંગથી ઇન્જેક્શન લાવી ભાવે ભાવ વેચી સેવા કરૂ છું કહી નકલી રેમડેસિવિર પધરાવી દેવાતા હતા 
4થી વધુ શહેરમાં 161 પેશન્ટોને 515થી વધુ નકલી રેમડેસિવિર આરોપીએ વેચાણ કર્યા (પેટા) વડોદરા, અંકલેશ્વર, સુરત અને ઝાલોદમાં ગ્લુકોઝ અને મીઠુંના ઉપયોગથી બનાવાયેલા વેચાણ કરાયા

સુરત : ઓલપાડના પિંજરત ગામે મીઠુ અને ગ્લુકોઝ ભેળવી બનાવાયેલા 5000થી વધુ રેમડેસિવિર ઇન્જેક્શનના રાજ્યવ્યાપી રેકેટનો ગત તા. 1 મેના રોજ સુરત ક્રાઇમબ્રાંચે અને મોરબી પોલીસે સાથે રહીને પર્દાફાશ કર્યો હતો. જેમાં પકડાયેલા અડાજણના 50 વર્ષના આરોપી જયદેવસિંહ જાલાએ ચોંકાવનારી કબૂલાત કરી છે. ‘હું તો કંપનીમાંથી સેટિંગ કરી બલ્કમાં ઇન્જેક્શન લઈ આવું છું અને ભાવે ભાવ વેચી દઉ છું, હું માત્ર સેવા કરુ છું’ કહી સેવાના નામે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને ઝાલોદમાં અત્યાર સુધીમાં 515થી વધુ નકલી ઇન્જેક્શનો 161 પેશન્ટો વેચાણ કર્યા હોવાની વાત તપાસમાં બહાર આવી છે. જેમાંથી 49 સુરતમાં વેચ્યા હતા અને પોલીસે તેમાંથી 16 રિકવર કર્યા છે.આ માટે ક્રાઇમબ્રાંચે ઝાલોદ, અંકલેશ્વર, વડોદરા તેમજ સુરત માટે અલગ-અલગ ટીમો બનાવી પેશન્ટના સંપર્ક કરવાના શરૂ કર્યા હતા. હાલમાં ડીસીબીના સ્ટાફે મોટાભાગના પેશન્ટોનો સંપર્ક કરી લીધો છે. 161 પેશન્ટોને 282 નકલી ઇન્જેક્શનો આપી દેવાયા હતા.

ઓલપાડના પિંજરતમાંથી પકડાયેલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શનો આરોપી જયદેવસિંહ ઝાલા પેશન્ટના સંબંધીને મિત્રના મારફતે વેચાણ કરતો હતો. આ પ્રકરણમાં રેમડેસિવિર વડોદરા અને મહેસાણામાં વેચાયાનો ઘટસ્ફોટ થયો હતો. આ પ્રકરણમાં એકપણ પેશન્ટને નકલી ઇન્જેક્શનની કોઈ આડઅસર થઈ ન હોવાનું પોલીસનું કહેવું છે. જ્યારે 113 ઈન્જેક્શનો નકલી હોવાથી પેશન્ટોએ તોડી નાખ્યા હતા. તે પણ પોલીસે કબજે કર્યા છે ઉપરાંત 112 નકલી ઇન્જેક્શનો પેશન્ટએ ઉપયોગ કર્યો ન હોવાથી ડીસીબીની ટીમે તે પણ કબજે કરી લીધા છે. આરોપી જયદેવસિંહ ઝાલા તેના મિત્ર મારફતે નકલી ઇન્જેક્શનો વેચાણ કરતો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે, આરોપી કૌશલ વ્હોરા જયદેવસિંહ ઝાલાને નકલી ઇન્જેક્શનો 3500 રૂપિયામાં આપતો અને જયદેવસિંહ તે ઇન્જેક્શનો પેશન્ટને 4500માં વેચાણ કરી દેતો હતો. અત્યાર સુધીમાં જયદેવસિંહ વેલુભા ઝાલા(50)(રહે.સીએમ રેસીડન્સી, અડાજણ, મૂળ રહે. જી.સુરેન્દ્રનગર)એ નકલી ઇન્જેક્શનો વેચાણ કરી લાખોની કમાણી કરી છે. હજુ સૂત્રધાર કૌશલ વ્હોરા મોરબી પોલીસની કસ્ટડીમાં છે. કૌશલ આવ્યા પછી સુરતમાં નકલી ઈન્જેક્શનો તેના કયા-કયા સાગરિતો માધ્યમથી વેચાણ કર્યા છે તે અંગેની ચોંકાવનારી વિગતો બહાર આવશે. નકલી રેમડેસિવિર ઇન્જેક્શનો સૌથી વધારે ઝાલોદમાં વેચાણ કર્યા હતા. નકલી રેમડેસિવિર ઇન્જેક્શનો સૌથી વધારે દાહોદના ઝાલોદ તાલુકામાં 179 નંગ વેચાણ કર્યા હોવાની વાત સામે આવી છે. ઉપરાંત વડોદરામાં 151 તેમજ અંકલેશ્વરમાં 123 વેચાણ કર્યા હતા. આરોપી જયદેવસિંહ ઝાલા પોતે મિત્ર મારફતે વેચાણ કરતો હતો. બાકી ઓળખાણ વગર તે ઇન્જેક્શન આપતો ન હતો. જ્યારે સુરતમાં 49 ઇન્જેક્શનો વેચાણ કર્યા છે.રાજ્યવ્યાપી નકલી રેમડેસિવિર કૌભાંડમાં મોરબી બાદ સુરત પોલીસે ગુનો નોંધ્યો હતો.

નકલી ઇન્જેક્શનો કયા શહેરમાં કેટલા વેચાણ કર્યા

સ્થળ કેટલા ઈન્જેક્શનો કેટલા રિકવરી
સુરત 49 16
વડોદરા 151 5
અંકલેશ્વર 123 22
ઝાલોદ 179 69
કુલ 502 112
Author : Gujaratenews