યુનાઇટેડ અરબ એમીરેટ્સના (UAE) દુબઇ (Dubai Blast) શહેરમાં સ્થિત દુનિયાના સૌથી મોટા પોર્ટમાંના એક જેબેલ અલી પોર્ટ (Jebel Ali port) પર ભીષણ વિસ્ફોટ થયો છે. એક કાર્ગો શીપમાં મોડી રાત્રે વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. આ વિસ્ફોટ (Explosion) એટલો ભયાનક અને પ્રચંડ હતો કે પોર્ટના આસપાસના વિસ્તારોની 500 ઇમારતો હલી ગઇ હતી. જોકે, આ ઘટના ગુરુવારની રાત્રિના બની હતી.
અધિકારીઓએ જણાવ્યુ કે, ઘટનામાં જેબેલ અલી પોર્ટ પર એક જહાજમાં આગ લાગી ગઇ. વિસ્ફોટ બાદ પોર્ટથી 25 કિમી સુધીના વિસ્તારમાં આવતી તમામ ઇમારતો અને ઘરોમાં ધ્રૂજારીનો અનુભવ થયો. હજી સુધી જાનહાનીને લઇ કોઇ સમાચાર સામે નથી આવ્યા. આ પોર્ટ પર સૌથી વધુ અવર-જવર અમેરીકાના શીપોની રહેતી હતી અને યુએસની બહાર તે યુએસના લડાકુ જહાજો માટેનો સૌથી વ્યસ્ત પોર્ટ છે.
મળતી માહિતી અનુસાર, દુબઇના મરીના ક્ષેત્રમાં રહેતા લોકોને વિસ્ફોટનો અવાજ સંભળાયો અને તેમણે જણાવ્યુ કે વિસ્ફોટના કારણે તેમના ઘરના બારી-બારણાં હલી ગયા. વિસ્ફોટ થવા પાછળનું કારણ હજી સામે નથી આવ્યુ. આ મામલે તપાસ હાલ ચાલી રહી છે.
સ્ફોટ બાદ પોર્ટથી 25 કિમી સુધીના વિસ્તારમાં આવતી તમામ ઇમારતો અને ઘરોમાં ધ્રૂજારીનો અનુભવ થયો. હજી સુધી જાનહાનીને લઇ કોઇ સમાચાર સામે નથી આવ્યા. આ પોર્ટ પર સૌથી વધુ અવર-જવર અમેરીકાના શીપોની રહેતી હતી અને યુએસની બહાર તે યુએસના લડાકુ જહાજો માટેનો સૌથી વ્યસ્ત પોર્ટ છે.
મળતી માહિતી અનુસાર, દુબઇના મરીના ક્ષેત્રમાં રહેતા લોકોને વિસ્ફોટનો અવાજ સંભળાયો અને તેમણે જણાવ્યુ કે વિસ્ફોટના કારણે તેમના ઘરના બારી-બારણાં હલી ગયા. વિસ્ફોટ થવા પાછળનું કારણ હજી સામે નથી આવ્યુ. આ મામલે તપાસ હાલ ચાલી રહી છે.
આગ પર મેળવ્યો કાબૂ
વિસ્ફોટ થયાના સમાચાર મળતા જ દુબઇ નાગરીક સુરક્ષા દળો અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટ થયાના અઢી કલાક બાદ જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યુ કે, આ એક નાની શીપ હતી જેમાં 130 કંટેનર્સ સમાઇ શકતા હતા.
Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો
આ પણ વાંચવા જેવું... SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024