સુરતમાં ડ્રગ્ઝ રેકેટનો વેપલો ઝડપાયો, કાપડ વેપારી બન્યો નશીલા પદાર્થોનો કારોબારી, 4ની ધરપકડ

10-Jun-2021

સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત ચાર આરોપીઓ પાસેથી કિંમતી MD ડ્રગ્સ(Drugs)ના જથ્થા સાથે ધરપકડ કરી છે. ડીંડોલીના ટી પોઇન્ટ ચાર રસ્તા પાસે શંકાસ્પદ કારણે રોકી તપાસ કરતા 7900 ગ્રામ MD ડ્રગ્સ(Drugs) મળી આવ્યું હતું. આ કારમાં એક મહિલા પણ સવાર હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પીએસઆઇ ડી. એમ. રાઠોડની ટીમને માહિતી મળી હતી કે મુંબઈથી એક કારમાં કેટલાક ઈસમો ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા છે.કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ કમલેશ શાંતિલાલ દુગડ સાડીનો વેપાર કરતા હતા પણ છેલ્લા ઘણા સમયથી આ વેપાર ન હોવાથી તેમના મિત્રો સાથે મળી આ ડ્રગ્સના વેપારમાં ઝંપલાવ્યું હતું.

તેમણે મુંબઈથી ડ્રગ્સ લાવવાનું શરૂ કર્યું હતું ત્યારે મુંબઈના એક બારમા કમલેશના મિત્ર ક્રિષ્નાદત દુબે સાથે એક મહિલા પૂજા ગુપ્તા સાથે કોન્ટેક થયો અને આ વેપારમાં આ પૂજા પણ જોડાઇ હતી. આમ છેલ્લા એક વર્ષથી આ લોકો સાથે મળીને મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચતા હતા.

( ૧ ) કમલેશ શાંતીલાલ દુગડ ( જૈન ) ઉ.વ. ૩૮ ધંધો- જમીન દલાલી – મુળ ૧૮૩ , મહાવીરનગર , જુના બસ સ્ટેન્ડ પાસે , પાલી તા.જિ. પાલી.( રાજસ્થાન )

( ૨ ) વિકાસકુમાર ઉર્ફે વીક્કી હસમુખભાઇ પટેલ

( ૩ ) કિષ્ણાદા સુરેશચંદ્ર દુબે ( દીવેદી )

( ૪ ) પુજા D/O રાજેશ્વર મોહન ગુપ્તા – પુના મહારાષ્ટ્ર મુળ . નાગોલગામ , દાનાપુર જિ . પટના ( બિહાર )

Author : Gujaratenews