આધારથી વેક્સિન : અમદાવાદમાં ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન શરૂ, નિકોલમાં કારની બે કિમી લાંબી લાઈનલાગી
11-May-2021
અમદાવાદ :પૂર્વ વિસ્તારમાં લોકોનો પ્રતિસાદ પશ્ચિમ કરતા વધુ જોવા મળ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન જરૂરી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ વેક્સિનેશન માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં સૌ પહેલા પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા સ્ટેડિયમ તેમજ ડ્રાઈવઈન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. બંને જગ્યાએ સારો પ્રતિસાદ મળ્યા બાદ નિકોલ AMC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રૂ વેક્સિન શરૂ કરવામાં આવી છે. ગ્રાઉન્ડની અંદર અને બહાર બંને જગ્યાએ ગાડીઓની લાઈન લાગી હતી. સવારથી બપોરે 1 વાગ્યા સુધીમાં 600થી વધુ લોકોએ વેકસીન લઈ લીધી હતી.
પૂર્વ બાદ પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનને સારો પ્રતિસાદ
સવારથી પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોએ ગાડીમાં વેક્સિનેશન માટે લાઈન લાગી હતી. બે કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. સવારથી જ પૂર્વ વિસ્તારના લોકોએ વેક્સિનેશન માટે ઉત્સાહ બતાવ્યો હતો.પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળ્યો હતો. જો કે શહેરના પૂર્વ વિસ્તારમાં ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું ન હતું.
45 વર્ષથી વધુના લોકો રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન લઈ શકશે
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ડી માર્ટ પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન શરૂ કરવાનો નિર્ણય લઈ જાહેરાત કરી હતી. વેક્સિનેશન માટે 45 વર્ષથી વધુ ઉંમર નાગરિકો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિનનો ડોઝ લઈ શકશે. નાગરિકોએ પોતાનુ આધાર કાર્ડ લઈને જવાનું રહેશે. વેક્સિનનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યાનો રહેશે.
05-Mar-2025